ટ્રમ્પના વેપાર, ઇમિગ્રેશન સંબંધી આકરા નિર્ણયોથી વૈશ્ર્વિક ભૂ-રાજનીતિ બદલાઇ રહ્યાનો સંકેત
અમેરિકી પ્રમુખ ટ્રમ્પે આખરે ભારત સામે 25 ટકા ટેરિફનો નિર્ણય જાહેર કર્યા પછી વૈશ્ર્વિક રાષ્ટ્રીય ભુદ્રશ્ય ઝડપથી બદલાઇ રહ્યું છે. કલ્પના કરો કે વિશ્વની ત્રણ સૌથી મોટી શક્તિ એટલે કે ભારત, ચીન અને રશિયા એક સાથે આવે છે, ટેકનોલોજી, સેના અને પૈસાનું આદાન-પ્રદાન માટે સહમત થઈ જાય છે. આ સ્થિતિમાં શું અમેરિકા અને યુરોપની પકડ ઢીલી પડશે? શું ડોલરનું શાસન સમાપ્ત થશે? શું સમગ્ર વિશ્વની ચાલ અને શક્તિ સંતુલન બદલાશે?
એક સમાચાર જેણે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું તે છે ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ચીન મુલાકાત. આ પછી વિશ્વમાં અનેક પ્રકારની વાતો સામે આવી રહી છે. જો ભારત-રશિયા-ચીન એક સાથે આવે છે તો વિશ્વ અને અર્થતંત્ર પર શું અસર પડશે? જોકે, આ હજુ પણ એક દૂરનું સ્વપ્ન છે.
પહેલી બાબત એ છે કે વિશ્વનું શક્તિ સંતુલન બદલાઈ શકે છે. અત્યાર સુધી અમેરિકા અને યુરોપ (પશ્ચિમી દેશો) સમગ્ર વિશ્વ પર પ્રભુત્વ ધરાવે છે. જો ભારત-રશિયા-ચીન એકસાથે આવે છે તો તે અમેરિકા-યુરોપના પ્રભુત્વને પડકારશે. તેને એશિયન પાવર હાઉસ તરીકે જોવામાં આવશે.
બીજુ- ડોલરના એકાધિકાર સામે પડકાર- આ ત્રણેય દેશો લાંબા સમયથી ઞજ ડોલર પરની તેમની નિર્ભરતા ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. ચીન યુઆન, રશિયા રૂૂબલ અને ભારત રૂૂપિયાના વેપારને પ્રોત્સાહન આપી રહ્યું છે. આ સ્થિતિમાં આ ત્રણેય દેશો સાથે મળીને એક નવી ચલણ વ્યવસ્થા અથવા ચુકવણી પ્રણાલી બનાવી શકે છે જે ડોલરને પડકારશે.પણ શું એ આટલું સરળ હશે? ના કારણ કે ભારત અને ચીન વચ્ચે સરહદી વિવાદો અને પરસ્પર અવિશ્વાસ હજુ પણ અસ્તિત્વમાં છે. રશિયાની પશ્ચિમ સાથે ચાલી રહેલી લડાઈ ભારતને મૂંઝવણમાં મૂકે છે કારણ કે ભારત અમેરિકા અને યુરોપ સાથે પણ બિઝનેસ કરે છે. જો ભારત, રશિયા અને ચીન સાચા વ્યૂહાત્મક ભાગીદાર બને તો તે વિશ્વની રાજકીય અને આર્થિક ધરીને પશ્ચિમથી પૂર્વ તરફ ખસેડી શકે છે. પરંતુ આ ત્યારે જ શક્ય છે જ્યારે ત્રણેય દેશો તેમના આંતરિક મતભેદોને બાજુ પર રાખે અને લાંબા ગાળાના લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરે.