For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ટ્રમ્પના ટેરિફની ઐસીતૈસી, સળંગ 10 દી’ મંદી બાદ શેરબજારની છલાંગ

03:50 PM Mar 05, 2025 IST | Bhumika
ટ્રમ્પના ટેરિફની ઐસીતૈસી  સળંગ 10 દી’ મંદી બાદ શેરબજારની છલાંગ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત પર આગામી 4 તારીખથી ટેરિફ નાખવાની જાહેરાતની શેરબજાર પર કોઇ અસર ન થઇ હતી. આજે સળંગ 10 દિવસ સુધી શેરબજારમા ઘટાડો થયા બાદ સેન્સેકસ અને નિફટીમા વધારો જોવા મળ્યો હતો. આજે સેન્સેકસ અને નિફટી બંનેએ મજબુતી દેખાડતા રોકાણકારોમા ફરી આશાનો સંચાર થયો છે.

Advertisement

અમેરિકાના કોર્મશ સેક્રેટરી હોવર્ડ લુટનીકે સંકેત આપ્યો હતો કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ કેટલાક ટેરિફ હળવા કરી શકે છે. જેના પગલે આજે શેરબજારમા ફરી ખરીદીનો દોર ચાલુ થયુ હતુ. ગઇકાલે 72894 ના લેવલે પહોંચી ગયેલ સેન્સેકસ આજે 73005 પર ખુલ્યો હતો. બપોરે એકાદ વાગ્યા આસપાસ સેન્સેકસમા ભારે તેજીથી 944 અંકનો ઉછાળો નોંધાયો હતો. નિફટીમા પણ આજે ભારે તેજી જોવા મળી હતી ગઇકાલે રર08રના લેવલ પર બંધ થયેલ નિફટી આજે ફલેટ રર073 પર ખુલ્લી હતી. બાદમા જોરદાર તેજીથી નિફટીમા 31ર અંકનો ઉછાળો આવતા નિફટી 22394 પર ટ્રેડ થઇ હતી.

આજે ટોપ ગેઇનર્સમા ટાટા સ્ટીલ, મહીન્દ્રા એન્ડ મહીન્દ્રા, એચસીએલ ટેકનોલોજીસ, ટેક મહીન્દ્રા, અદાણી પોર્ટસ, ટાટા મોર્ટસ, પાવર ગ્રીડ, એનટીપીસી, ઇન્ફોસીસ, ટાટા ક્ધસ્લટન્સીંગ સર્વિસીસ અને ભારતી એરટેલ રહયા હતા. આ ઉપરાંત આજે એશિયન બજારોમા પણ મજબુતાઇ જોવા મળી હતી.

Advertisement

F&O કોન્ટ્રાકટની એકસપાયરી ડેટ બદલાતા BSEનો શેર 9% તૂટયો
નેશનલ સ્ટોક એક્સચેન્જના એક નિર્ણયે દેશના સૌથી જૂના એક્સચેન્જને હચમચાવી દીધું છે. એક જ ઝટકામાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ 9 ટકા સુધી તૂટી ગયો છે. આ ઘટાડો ત્યારે થયો જ્યારે તેના પ્રતિસ્પર્ધી નેશનલ સ્ટોક એક્સચેન્જ એ તમામ ફ્યુચર્સ અને ઓપ્શન કોન્ટ્રાક્ટ્સના એક્સપાયરી ડેને ગુરુવારની જગ્યાએ સોમવાર કરી દીધો. આ ફેરફાર 4 એપ્રિલથી અમલમાં આવશે. તેનો અર્થ એ છે કે હવે તમામ નિફ્ટી ઇન્ડેક્સના સાપ્તાહિક FO કોન્ટ્રાક્ટ્સનો એક્સપાયરી ડે મહિનાના છેલ્લા સોમવારે હશે, ન કે ગુરુવારે.

Advertisement
Tags :
Advertisement
Advertisement