રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ટ્રમ્પની ઇફતાર પાર્ટીનો વિવાદ: મહેમાનોની યાદી જોઇ અમેરિકન મુસ્લિમો લાલપીળા

05:44 PM Mar 28, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં પ્રથમ ઇફ્તાર પાર્ટીનું આયોજન કર્યું હતું. પરંતુ ટ્રમ્પની ઇફ્તાર પાર્ટી વિવાદોમાં ફસાયેલી છે. આ ઈફ્તાર ડિનર પર અમેરિકન મુસ્લિમો રોષે ભરાયા છે.
વ્હાઇટ હાઉસમાં ઇફ્તાર ડિનરનું આયોજન કરતી વખતે રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે હું વ્હાઇટ હાઉસમાં ઇફ્તાર ડિનરમાં તમારા બધાનું સ્વાગત કરું છું. અમે ઇસ્લામના પવિત્ર માસ રમઝાનની ઉજવણી કરી રહ્યા છીએ. આ એક અદ્ભુત મહિનો છે. વિશ્વભરના મુસ્લિમોને રમઝાન માસની શુભકામનાઓ. અમે વિશ્વના શ્રેષ્ઠ ધર્મોમાંના એકનું સન્માન કરીએ છીએ.

તેમણે 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત માટે મુસ્લિમ અમેરિકન સમુદાયનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. તમને જણાવી દઈએ કે વ્હાઇટ હાઉસમાં ઇફ્તાર પાર્ટીનું આયોજન કરવાની બે દાયકા જૂની પરંપરા છે. પરંતુ એવા આક્ષેપો છે કે આ વખતે અમેરિકન મુસ્લિમ ધારાશાસ્ત્રીઓ અને સમુદાય સાથે સંકળાયેલા નેતાઓને ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું નથી. તેના બદલે મુસ્લિમ દેશોના વિદેશી રાજદૂતોને ઈફ્તાર ડિનરમાં હાજરી આપવા આમંત્રણ આપવામાં આવ્યું હતું.

ઘણા મુસ્લિમ નાગરિક અધિકાર જૂથોએ વ્હાઇટ હાઉસની બહાર ટ્રમ્પની ઇફ્તારનો વિરોધ કર્યો હતો. આ દરમિયાન એક પ્રદર્શનકારીએ કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પની તરફથી આ એક પ્રકારનો દંભ છે. એક તરફ તે દેશમાં મુસ્લિમોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકે છે અને બીજી તરફ તે ઈફ્તાર પાર્ટીઓનું આયોજન કરે છે.

અગાઉ 2017માં રાષ્ટ્રપતિ તરીકેના પોતાના પ્રથમ કાર્યકાળ દરમિયાન ટ્રમ્પે વ્હાઇટ હાઉસની ઇફ્તાર પાર્ટી કેન્સલ કરી દીધી હતી. વાસ્તવમાં, 1996 માં, તત્કાલિન અમેરિકી રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનના કાર્યકાળ દરમિયાન, વ્હાઇટ હાઉસમાં ઇફ્તાર પાર્ટી શરૂૂ કરવામાં આવી હતી, જે પછીના રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશ અને બરાક ઓબામાએ પણ ચાલુ રાખી હતી. આ ઈફ્તાર પાર્ટીમાં મુસ્લિમ સમુદાયના પ્રતિષ્ઠિત સભ્યો તેમજ

 

-

 

 

Tags :
AmericaAmerica newsAmerican MuslimsTrump's Iftar partyworldWorld News
Advertisement
Next Article
Advertisement