ટ્રમ્પની કેબિનેટમાં હિન્દુ નેતા તુલસી ગબાર્ડની NDIના ડાયરેક્ટર પદે વરણી
માર્કો રૂબિયા વિદેશમંત્રી, ન્યૂઝ એન્કર પીટ હેગસે રક્ષામંત્રી નિમાયા
અમેરિકામાં ચૂંટણી જીત્યા બાદથી નવા ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એક પછી એક ઘણી મોટી નિમણૂકો કરી રહ્યા છે. હવે ડોનાલ્ડ ટ્રમ્પની કેબિનેટમાં એક હિન્દુ નેતાનો પણ પ્રવેશ થયો છે. ટ્રમ્પે તુલસી ગબાર્ડને અમેરિકાના નેશનલ ઈન્ટેલિજન્સ (ઉગઈં)ના નવા નિર્દેશક તરીકે નિયુક્ત કર્યા છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા ટ્રમ્પે અન્ય એક હિન્દુ નેતા વિવેક રામાસ્વામીને પણ મોટી જવાબદારી સોંપી હતી. કોંગ્રેસના પૂર્વ સભ્ય તુલસી ગબાર્ડને અમેરિકાની પ્રથમ હિન્દુ કોંગ્રેસવુમન તરીકે પણ ઓળખવામાં આવે છે. તુલસી એક અનુભવી સૈનિક છે અને તેમને વિવિધ પ્રસંગોએ મધ્ય પૂર્વ અને આફ્રિકાના યુદ્ધ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવ્યા છે. તે થોડા સમય પહેલા ડેમોક્રેટ પાર્ટીથી અલગ થઈ ગયા હતા અને ચૂંટણી સમયે રિપબ્લિકન પાર્ટીમાં જોડાયા હતા. ડોનાલ્ડ ટ્રમ્પે તુલસી ઉપરાંત વિદેશ મંત્રી અને સંરક્ષણ મંત્રીના નામની પણ જાહેરાત કરી છે.
ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે અમેરિકાના નવા વિદેશ મંત્રીના નામની પણ જાહેરાત કરી છે.
ટ્રમ્પે ફ્લોરિડાના સેનેટર માર્કો રૂૂબિયોને અમેરિકાના વિદેશ મંત્રી તરીકે નિયુક્ત કર્યા છે. ઉલ્લેખનીય છે કે, રૂૂબિયોની ઓળખ રૂૂઢિચુસ્ત નેતા તરીકે થાય છે. તે ઘણીવાર ચીન, ક્યુબા અને ઈરાન વિરુદ્ધ પોતાના વિચારો જોરદાર રીતે વ્યક્ત કરતા જોવા મળે છે. રૂૂબિયો 2010માં પહેલીવાર સેનેટમાં ચૂંટાયા હતા. મહત્ત્વપૂર્ણ છે કે, 2016માં રિપબ્લિકન પ્રમુખ પદની રેસ દરમિયાન રૂૂબિયોએ ટ્રમ્પની આકરી ટીકા કરી હતી. ટ્રમ્પ તેમને નાનો માર્કો પણ કહેતા હતા. જોકે, હવે રૂૂબિયો ટ્રમ્પના સૌથી મોટા સમર્થકોમાંના એક છે.
આ સિવાય ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના નવા સંરક્ષણ સચિવના નામની પણ જાહેરાત કરી છે. ટ્રમ્પે ફોક્સ ન્યૂઝના હોસ્ટ, લેખક અને રિટાયર્ડ આર્મી મેન પીટ હેગસેથને સંરક્ષણ સચિવના પદ માટે પસંદ કર્યા છે. 44 વર્ષીય પીટ હેગસેથ અફઘાનિસ્તાન અને ઈરાકમાં સૈન્યમાં ફરજ બજાવી ચૂક્યા છે. પીટની નિમણૂક કરતી વખતે, ટ્રમ્પે તેને એક એવી વ્યક્તિ તરીકે ગણાવ્યો છે જે સખત, સ્માર્ટ અને અમેરિકા ફર્સ્ટમાં સાચો વિશ્વાસ ધરાવે છે. આ સાથે ટ્રમ્પે ફ્લોરિડાના કેમેટ ગેટ્ઝને દેશના નવા એટર્ની જનરલ તરીકે પસંદ કર્યા છે.