For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ટ્રમ્પે મસ્કની માફી સ્વીકારતાં ઘીના ઠામમાં ઘી પડી ગયું

11:40 AM Jun 12, 2025 IST | Bhumika
ટ્રમ્પે મસ્કની માફી સ્વીકારતાં ઘીના ઠામમાં ઘી પડી ગયું

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઉદ્યોગપતિ ઈલોન મસ્કની માફી સ્વીકારી લીધી છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે જણાવ્યું હતું કે ટ્રમ્પે ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્કની માફી સ્વીકારી લીધી છે. અગાઉ, ન્યૂ યોર્ક પોસ્ટ સાથેની વાતચીતમાં, ટ્રમ્પે કહ્યું હતું કે ઈલોને આવું કર્યું તે ખૂબ સારું રહ્યું. મસ્ક માફી માંગે તે પહેલાં, તેમણે ટ્રમ્પ સાથે ફોન પર વાતચીત કરી હતી. આ પછી તેમણે સોશિયલ મીડિયા પરની તેમની પોસ્ટ માટે માફી માંગી હતી. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી લેવિટે મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું કે સરકારે અમેરિકન લોકોના વ્યવસાય પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂૂ કર્યું છે. તેમણે કહ્યું, પ્રમુખે આજે સવારે ઈલોન દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સ્વીકાર કર્યો છે અને તે તેમની પ્રશંસા કરે છે અને અમે અમેરિકન લોકોના વ્યવસાય પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખીશું.

Advertisement

બુધવારે, મસ્કે એકસ પર એક પોસ્ટમાં કહ્યું, ગયા અઠવાડિયે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વિશેની મારી કેટલીક પોસ્ટ્સનો મને અફસોસ છે. તે ખૂબ જ આગળ નીકળી ગઈ. CNN અનુસાર, મસ્કે સોમવારે રાત્રે ટ્રમ્પને ફોન કર્યો હતો અને બુધવારે સવારે કહ્યું હતું કે ગયા અઠવાડિયે પ્રમુખ વિશેની તેમની કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટ્સનો તેમને અફસોસ છે. ઉપપ્રમુખ જેડી વેન્સ અને વ્હાઇટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ સુઝી વિલ્સે શુક્રવારે મસ્ક સાથે ફોન પર વાત કરી હતી. ત્યારપછી, મસ્ક અને ટ્રમ્પ વચ્ચે ફોન પર ટૂંકી વાતચીત થઈ હતી અને મસ્કે જાહેરમાં ટ્રમ્પની માફી માંગી હતી.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement