For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ટ્રમ્પ શાંતિ રાખે નહીં તો ત્રીજું વિશ્ર્વયુદ્ધ થશે: રશિયાની ધમકી

11:06 AM May 28, 2025 IST | Bhumika
ટ્રમ્પ શાંતિ રાખે નહીં તો ત્રીજું વિશ્ર્વયુદ્ધ થશે  રશિયાની ધમકી

રશિયા-યુક્રેન મુદ્દે વારંવાર ટ્રમ્પની ધરાર મઘ્યસ્થીથી પુતિન અકળાયા

Advertisement

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ગુસ્સે થઇ ગયા છે. જેનું કારણ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન છે. ટ્રમ્પ કોઈપણ કિંમતે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધવિરામ ઇચ્છે છે. પરંતુ પુતિન તેના માટે તૈયાર નથી. આવી સ્થિતિમાં ટ્રમ્પે પુતિનને સ્પષ્ટપણે કહ્યું હતું કે અમારી વાત ન સાંભળીને, તે આગ સાથે રમી રહ્યા છે, પરંતુ હવે રશિયાએ ટ્રમ્પની ધમકીનો યોગ્ય જવાબ આપ્યો છે.

રશિયાના સુરક્ષા પરિષદના ઉપાધ્યક્ષ દિમિત્રી મેદવેદેવે કહ્યું કે ટ્રમ્પે પુતિન વિશે કહ્યું છે કે તે આગ સાથે રમી રહ્યા છે અને ટ્રમ્પ હવે રશિયા સાથે કંઈક ખરાબ કરી શકે છે. પણ હું ફક્ત એક જ ખરાબ વાત જાણું છું અને તે છે ત્રીજું વિશ્વ યુદ્ધ. આશા છે કે ટ્રમ્પ આ વાત સમજશે.

Advertisement

અમેરિકા અને રશિયાના આ નિવેદનોથી ખાતરી થાય છે કે બંને દેશો વચ્ચે બધું સામાન્ય નથી. અગાઉ, ટ્રમ્પે પુતિન પર પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે વ્લાદિમીર પુતિને સમજવું જોઈએ કે જો હું ન હોત, તો રશિયા સાથે અત્યાર સુધીમાં ખૂબ જ ખરાબ થઈ ગયું હોત અને મારો મતલબ ખરેખર ખૂબ જ ખરાબ જ છે. તે આગ સાથે રમી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે પહેલા પણ પુતિનને પાગલ કહ્યા હતા.

ડોનાલ્ડ ટ્રમ્પે પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે હું પુતિનને ઘણા લાંબા સમયથી ઓળખું છું, અમારા સંબંધો સારા રહ્યા છે. પરંતુ હવે તે રોકેટ ફાયર કરી રહ્યા છે, શહેરો પર હુમલો કરી રહ્યા છે, લોકોને મારી રહ્યા છે. મને આ બિલકુલ ગમતું નથી. મને સમજાતું નથી કે માણસને શું થયું છે. અમે વાત કરી રહ્યા છીએ અને તે કિવ અને અન્ય શહેરો પર મિસાઇલોનો વરસાદ કરી રહ્યા છે. કંઈક તો ખોટું છે. મને આ બધું બિલકુલ ગમતું નથી.

Advertisement
Tags :
Advertisement
Advertisement