યુક્રેન યુદ્ધનો અંત લાવવા ટ્રમ્પ પુતિન સાથે સાઉદી અરેબિયામાં મુલાકાત કરશે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે રશિયન રાષ્ટ્રપતિ પુતિન યુક્રેનમાં યુદ્ધવિરામ માટે તૈયાર છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર શેર કરેલી પોસ્ટમાં ટ્રમ્પે લખ્યું છે કે ફોન કોલ દરમિયાન, અમે બંને સંમત થયા કે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં થઈ રહેલા લાખો મૃત્યુને રોકવા જોઈએ. બંને દેશોમાં આ અંગે ચર્ચા શરૂૂ થઈ ગઈ છે. આ ઉપરાંત, બંને રાષ્ટ્રપતિઓ વચ્ચે મધ્ય પૂર્વ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર પણ ચર્ચા થઈ. ટ્રમ્પે પોસ્ટમાં એવો પણ દાવો કર્યો છે કે બંને રાષ્ટ્રપતિઓએ દ્વિપક્ષીય મુલાકાતો અંગે પણ ચર્ચા કરી છે. અને અમે સાઉદી અરેબિયામાં મળીશું. બન્ને નેતાઓએ લગભગ 90 મીનીટ સુધી ટેલિફોન પર વાતચીત કરી હતી.
સોશિયલ મીડિયા પોસ્ટમાં, ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે તેમની લાંબી અને ફળદાયી વાતચીત થઈ. તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચે પરસ્પર મુલાકાતો પર કરાર ઉપરાંત, સાથે મળીને કામ કરવા પર પણ કરાર થયો છે.
ટ્રમ્પ સાથે ફોન પર થયેલી વાતચીતની પુષ્ટિ કર્યા પછી, ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે વાત કરી. એવું માનવામાં આવે છે કે ટ્રમ્પે ઝેલેન્સકીને પુતિન સાથેની તેમની વાતચીત વિશે માહિતી આપી હતી અને તેમને ખાતરી આપી હતી કે યુક્રેનમાં યુદ્ધવિરામ પર ટૂંક સમયમાં સંમતિ થઈ શકે છે. આ માટે બંને દેશોની ટીમો એક સાથે આવી છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા આ યુદ્ધને રોકવા માટે ટૂંક સમયમાં વાતચીત માટે એક ફોર્મેટ તૈયાર કરવામાં આવશે.
ટ્રમ્પે કહ્યું કે પુતિન સાથેના ફોન કોલમાં યુક્રેન, મધ્ય પૂર્વ, ઉર્જા, અઈં, ડોલરની તાકાત સહિતના ઘણા વિષયો પર ચર્ચા થઈ. બંને દેશોએ રાષ્ટ્રોના મહાન ઇતિહાસ અને તથ્યોની ચર્ચા કરી. બંને પક્ષોએ બીજા વિશ્વયુદ્ધ અને રશિયાએ લાખો લોકો ગુમાવ્યા અને અમેરિકાને પણ નુકસાન થયું તે અંગે પણ ચર્ચા કરી. બંને દેશોએ સાથે મળીને કામ કરવા માટે તેમના રાષ્ટ્રોની શક્તિનો ઉપયોગ કરવા સંમતિ વ્યક્ત કરી.