અમેરિકામાં વિદેશી કૃષિ આયાતો પર ટેરિફ ઝીંકતા ટ્રમ્પ
તા.2 એપ્રિલથી થશે અમલ, અમેરિકાના મહાન ખેડૂતોને ખેતપેદાશોનું ઉત્પાદન વધારવા પ્રમુખની હાકલ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ટ્રુથ સોશિયલ પર જાહેરાત કરી કે આયાતી કૃષિ ઉત્પાદનો પર નવા ટેરિફ 2 એપ્રિલથી લાગુ થશે. આ સાથે જ તેમણે અમેરિકન ખેડૂતોને સ્થાનિક ઉત્પાદન વધારવાનો આગ્રહ કર્યો. ટ્રમ્પે પોતાની પોસ્ટમાં લખ્યું, અમેરિકાના મહાન ખેડૂતો, દેશમાં વેચવા માટે ઘણા બધા કૃષિ ઉત્પાદનોનું ઉત્પાદન શરૂૂ કરવા માટે તૈયાર થઈ જાઓ. ઉલ્લેખનીય છે કે આગામી દિવસે તેમણે કોયડો ઉભો કરતી પોસ્ટમાં ઘણું મોટું થવાનો સંકેત આપ્યો હતો.
તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું: હેવ ફન અન્ય દેશોમાંથી આયાત થતા કૃષિ ઉત્પાદનો પર પ્રસ્તાવિત ટેરિફથી યુનાઇટેડ સ્ટેટ્સમાં તેમની કિંમતમાં વધારો થવાની ધારણા છે, જેનાથી સ્થાનિક રીતે ઉત્પાદિત પાક અને પશુધનની માંગ વધશે અને અમેરિકન ખેડૂતોને આનાથી સંભવિત રીતે ફાયદો થશે.
જોકે, ટ્રમ્પના નિર્ણયથી અમેરિકાના તે દેશો સાથેના વેપાર સંબંધોમાં તણાવની શક્યતા પણ વધી ગઈ છે જે અમેરિકામાં કૃષિ ઉત્પાદનોની નિકાસ કરે છે. ટ્રમ્પની આ જાહેરાત સ્થાનિક કૃષિ ઉત્પાદન વધારવા અને આત્મનિર્ભરતા પર નવેસરથી ધ્યાન કેન્દ્રિત કરવાનો સંકેત આપે છે. જોકે, તેમના નિવેદનમાં એ જણાવ્યું ન હતું કે ટેરિફના અમલીકરણથી કયા કૃષિ ઉત્પાદનો પર અસર થશે. આ પહેલા, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તમામ સ્ટીલ અને એલ્યુમિનિયમ આયાત પર 25% ટેરિફ લાગૂ કર્યો હતો. તેઓ ઓટોમોબાઈલ, ફાર્માસ્યુટિકલ્સ, સેમિક્ધડક્ટર, લાકડું અને તાંબુ સહિત વિવિધ ક્ષેત્રો પર વધારાની ડ્યુટી લાદવાની યોજના બનાવી રહ્યા છે. ટ્રમ્પનો દાવો છે કે તેમના આ નિર્ણયો પાછળનો હેતુ અમેરિકન ઉદ્યોગોનું રક્ષણ કરવાનો અને અમેરિકન ઉત્પાદનને મજબૂત બનાવવાનો છે.
ટ્રમ્પનું ટેરિફ યુદ્ધ એવા સમયે શરૂૂ થયું છે જ્યારે વધતી મોંઘવારી અમેરિકન અર્થતંત્ર માટે એક ગંભીર મુદ્દો બની ગઈ છે. આયાતી માલ પર ટેરિફ લાદવાથી તેમની કિંમતો વધશે, જેનાથી મોંઘવારીમાં વધુ વધારો થવાની શક્યતા છે. સપ્લાય ચેઇનમાં પણ વિક્ષેપ ઊભો થશે. અમેરિકા સાથે વેપાર સંબંધો ધરાવતા દેશો અમેરિકન ઉત્પાદનો પર ટેક્સ વધારીને ટ્રમ્પના ટેરિફનો જવાબ આપી શકે છે. આના કારણે મોંઘવારી વધુ વધવાની શક્યતા છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે સ્વીકાર્યું છે કે ઊંચા ટેરિફથી અમેરિકામાં કિંમતો વધી શકે છે, પરંતુ તેમણે સૂચવ્યું છે કે તેમના નિર્ણયના ફાયદા નુકસાન કરતાં વધુ હશે.
ભારતની અમેરિકામાં કૃષિ ઉત્પાદનોની નિકાસ 2021-22માં 5.7 અબજ ડોલર હતી
ભારત યુનાઇટેડ સ્ટેટ્સમાં મસાલા, ચોખા, ફળો, શાકભાજી અને તેલીબિયાં સહિત વિવિધ કૃષિ ઉત્પાદનોની નિકાસ કરે છે. 2021-22માં, ભારતે યુએસમાં 5.7 બિલિયનના મૂલ્યની કૃષિ પેદાશોની નિકાસ કરી, તે ભારતના કૃષિ ઉત્પાદનોનો સૌથી મોટો આયાતકાર બની ગયો હતો. ભારતથી અમેરિકા નિકાસ થતા કૃષિ ઉત્પાદનોમાં બાસમતી ચોખા, ટ્રી નટ્સ, મુખ્યત્વે કાજુ, આવશ્યક તેલ, તાજા અને પ્રોસેસ્ડ ફળો અને શાકભાજી, દરિયાઈ ઉત્પાદનો તથા ડેરી ઉત્પાદનોનો સમાવેશ થાય છે.
મેક્સિકો, કેનેડાથી થતી આયાત પર આજથી વધુ ટેરિફ લાગુ: ચીન પર વધારાની ડ્યૂટી, કેનેડાનો વળતો પ્રહાર
અમેરિકન પ્રમુખ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે જાહેરાત કરી હતી કે મેક્સિકો અને કેનેડાથી થતી આયાત પર 25% ટેરિફ મંગળવાર (ચોથી માર્ચ)થી લાગુ કરાશે. ટ્રમ્પની જાહેરાત પર કેનેડાના વડાપ્રધાન ટ્રુડોએ જવાબી કાર્યવાહીની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે આગામી 21 દિવસમાં 155 અબજ ડોલરની આયાત પર 25 ટકા ટેરીફ લાદવામાં આવશે, જેની શરૂઆત આજથી 30 અબજ ડોલરની આયાત પર ટેરીફથી થશે. પત્રકાર પરિષદમાં સંબોધન અમેરિકન પ્રમુખ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, ચોથી માર્ચથી કેનેડા અને મેક્સિકો પર 25% ટેરિફ લાદવામાં આવશે. તે પહેલાથી જ શરૂૂ થઈ ગયું છે. આ ઉપરાંત ટ્રમ્પે ચીની આયાત પર પહેલાથી જ લાદવામાં આવેલા 10% ટેરિફને 20% સુધી વધારવાનો આદેશ પણ આપ્યો છે. આ આદેશ પણ આજથી અમલમાં આવશે. ફેન્ટાનાઈલના ગેરકાયદે વેપાર સામે લડવા માટે ચીને હજુ સુધી કોઈ નક્કર વ્યૂહરચના વિકસાવી નથી.
વ્હાઇટ હાઉસમાં ટપાટપીનો ફણગો: અમેરિકાએ યુક્રેનને સૈન્ય સહાય બંધ કરી
અમેરિકાના ઓવલ હાઉસમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સ્કી સાથે ઉગ્ર બોલાચાલી બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એક્શનમાં આવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનને આપવામાં આવતી સૈન્ય સહાય પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. વ્હાઇટ હાઉસના અધિકારીઓએ આ માહિતી આપી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ માત્ર ત્રણ વર્ષ લાંબા યુદ્ધનો અંત લાવવા માંગે છે અને તે ઝેલેન્સકી પાસેથી પણ એવી જ અપેક્ષા રાખે છે. પાંચ વર્ષ પહેલાં, જ્યારે રાષ્ટ્રપતિ, ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનને કોંગ્રેસ દ્વારા મંજૂર કરાયેલી સૈન્ય સહાય અટકાવવાનો અને તત્કાલીન રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બિડેન સામે તપાસનો આદેશ આપ્યો હતો. આ કારણોસર ડોનાલ્ડ ટ્રમ્પ સામે મહાભિયોગ પણ ચલાવવામાં આવ્યો હતો.