For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ટ્રમ્પ પર ગોળી ચલાવનારનું યુક્રેન તરફી બ્લેકરોક સાથે કનેક્શન

11:12 AM Jul 15, 2024 IST | Bhumika
ટ્રમ્પ પર ગોળી ચલાવનારનું યુક્રેન તરફી બ્લેકરોક સાથે કનેક્શન
Advertisement

શૂટર થોમ્સ મેથ્યુના ઘરમાંથી બોમ્બ બનાવવાની સામગ્રી મળી, હુમલા પહેલાંનો વીડિયો પણ મળ્યો

પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ચૂંટણી રેલીમાં થયેલા હુમલાથી અમેરિકામાં ખળભળાટ મચી ગયો છે. આ હુમલા બાદ વધુ એક ષડયંત્રની થિયરી સામે આવી રહી છે. મળતી માહિતી મુજબ ટ્રમ્પના હુમલાખોરનું રશિયા-યુક્રેન યુદ્ધ સાથે કનેક્શન સામે આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે થોમસ ક્રૂક્સ બ્લેકરોક સાથે સંકળાયેલો હતો. અને યુક્રેનને ટેકો આપવામાં બ્લેકરોકની મોટી ભૂમિકા છે. જ્યારે ટ્રમ્પને યુક્રેન વિરુદ્ધ ગણવામાં આવે છે.
આ હુમલામાં ડોનાલ્ડ ટ્રમ્પના કાન પર ગોળી વાગી હતી. જોકે, હવે તે સુરક્ષિત છે અને તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ગોળીબાર પહેલા શૂટર થોમસ મેથ્યુએ એક વીડિયો જાહેર કર્યો હતો. તે વીડિયોમાં તેણે કહ્યું હતું કે તે પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પને નફરત કરે છે. શૂટરે એમ પણ કહ્યું કે તે રિપબ્લિકનને નફરત કરે છે.

Advertisement

બે કાયદા અમલીકરણ અધિકારીઓ (જેઓ આ વિષય પર જાહેરમાં બોલવા માટે અધિકૃત નથી) એ એસોસિએટેડ પ્રેસને નામ ન આપવાની શરતે આ માહિતી આપી હતી. શંકાસ્પદના ઘરમાંથી બોમ્બ બનાવવાની સામગ્રી પણ મળી આવી હતી. ટ્રમ્પની રેલીમાં ગોળીબાર કરનાર શંકાસ્પદ હુમલાખોરને તે જ સમયે સીક્રેટ સર્વિસના જવાનોએ મારી નાખ્યો હતો.

કાયદા અમલીકરણ અધિકારીઓએ પત્રકારોને જણાવ્યું હતું કે તેઓ હજુ સુધી હુમલાના હેતુને ઓળખી શક્યા નથી. સીક્રેટ સર્વિસે માર્યા ગયેલા શંકાસ્પદની ઓળખ 20 વર્ષીય થોમસ મેથ્યુ ક્રૂક્સ તરીકે કરી છે. થોમસ પેન્સિલવેનિયાના બેથેલ પાર્કનો રહેવાસી હતો. તેના શરીર પાસેથી એઆર-15 સ્ટાઈલની સેમીઓટોમેટિક રાઈફલ મળી આવી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement