કેનેડા સાથે વેપાર મંત્રણા રદ કરવા ટ્રમ્પનો આદેશ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજે કેનેડા સાથેની તમામ વેપાર વાટાઘાટો તાત્કાલિક અસરથી સમાપ્ત કરવાની જાહેરાત કરીને વૈશ્વિક વેપાર જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. ટ્રમ્પે આ નિર્ણય પાછળ કેનેડા દ્વારા યુ.એસ. સ્થિત ડિજિટલ સેવા પ્રદાતાઓ સહિતની ટેક કંપનીઓ પર લાદવામાં આવેલા નવા ડિજિટલ સર્વિસ ટેક્સ ને મુખ્ય કારણભૂત ગણાવ્યો છે. ટ્રમ્પે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ ઝિીવિં જજ્ઞભશફહ પર જણાવ્યું હતું કે કેનેડા વેપાર કરવા માટે એક ખૂબ જ મુશ્કેલ દેશ છે. તેમણે કેનેડા દ્વારા ટેક ફર્મ્સ પર લાદવામાં આવેલા આ નવા વેરાને જેનો પ્રથમ હપ્તો સોમવારે ચૂકવવાનો છે.
અમારા દેશ પર સીધો અને સ્પષ્ટ હુમલો ગણાવ્યો હતો. પોતાના નિવેદનમાં ટ્રમ્પે કડક શબ્દોમાં કહ્યું હતું કે, આ ઘોર કરના આધારે, અમે કેનેડા સાથેની વેપાર અંગેની તમામ ચર્ચાઓ તાત્કાલિક અસરથી સમાપ્ત કરી રહ્યા છીએ. તેમણે વધુમાં ધમકી આપી હતી કે, અમે આગામી સાત દિવસના સમયગાળામાં કેનેડાને જણાવીશું કે યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા સાથે વ્યવસાય કરવા માટે તેમને કેટલી ટેરિફ ચૂકવવી પડશે. નોંધનીય છે કે કેનેડા યુનાઈટેડ સ્ટેટ્સનો બીજો સૌથી મોટો વેપારી ભાગીદાર છે.