ભારત સાથે ટૂંકમાં વેપાર સમજૂતી માટે ટ્રમ્પ આશાવાદી
વાટાઘાટો સારી રીતે ચાલી રહી હોવાનું જણાવ્યું
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ભારત સાથે ટેરિફ વાટાઘાટો ‘શાનદાર’ ચાલી રહી છે અને સૂચવ્યું કે એવી સંભાવના છે કે બંને રાષ્ટ્રો સોદા પર પહોંચી શકે છે. ‘ભારત સાથે ટેરિફ પર વાટાઘાટો ખૂબ સારી રીતે ચાલી રહી હતી, અને તેમને લાગે છે કે બંને દેશો એક ડીલ પર પહોંચશે.
ભારત અને યુએસ સપ્ટેમ્બર-ઓક્ટોબરની લક્ષિત સમયમર્યાદા પહેલાં સૂચિત દ્વિપક્ષીય વેપાર કરાર (ઇઝઅ) ના મુખ્ય ઘટકોને અંતિમ સ્વરૂૂપ આપવાના તેમના પ્રયાસોમાં "પ્રારંભિક પરસ્પર જીત” મેળવવા માટે કામ કરી રહ્યા છે, મંગળવારે ભારત સરકારના એક નિવેદનમાં જણાવાયું છે.
અગાઉ, યુએસ વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિકે મુલાકાતમાં જણાવ્યું હતું કે તેમણે એક વિદેશી રાષ્ટ્ર સાથે કરાર કર્યો છે જે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ લાદવા માગે છે તે ‘પરસ્પર’ ટેરિફને કાયમી ધોરણે દૂર કરી શકે છે. લુટનિકે દેશનું નામ જાહેર કર્યું ન હતું, એમ કહીને કે સોદો હજુ પણ સ્થાનિક મંજૂરીઓની રાહ જોઈ રહ્યો છે. જો કે, અહેવાલો સૂચવે છે કે તેમની ટિપ્પણીઓ ભારતનો ઉલ્લેખ કરી શકે છે.