જાપાન પર વરસી પડ્યા ટ્રમ્પ: ટેરિફ 25 ટકાથી ઘટાડી 15 ટકા કરી
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગઇકાલે નવા અમેરિકા-જાપાન વેપાર કરારને લાગુ કરવા માટે કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. તેમણે આ ‘અમેરિકા-જાપાન વેપાર સંબંધોને એક નવા યુગની શરૂૂઆત’ જણાવ્યું હતું. આ આદેશમાં જાપાન પાસેથી કરવામાં આવતી તમામ આયાતો પર 15 ટકા બેઝલાઇન ટેરિફ લગાવવામાં આવ્યો છે. જોકે, ઓટોમોબાઇલ અને ઓટો પાર્ટ્સ, એરોસ્પેસ ઉત્પાદનો, જેનેરિક દવાઓ અને ઘરેલુ સ્તર પર હાજર ન હોય તેના પ્રાકૃતિક સંસાધનોને સેક્ટર-સ્પેસિફિક છૂટ આપવામાં આવી છે.
જોકે, શરૂૂઆતી સમયમાં ટ્રમ્પ વહીવટી તંત્રએ જાપાન અને સાઉથ કોરિયા પર 25 ટકા ટેરિફની જાહેરાત કરી હતી. વચ્ચે વેપાર કરાર પર અમેરિકા અને જાપાનની વાટાઘાટો પણ અટકી ગઈ હતી.
પરંતુ, હવે આખરે ટ્રમ્પ વહીવટી તંત્રએ 15 ટકા બેઝલાઇન ટેરિફ જાપાન પર લગાવવા પર મહોર મારી દીધી છે. આ કરારની સૌથી ખાસ વિશેષતાઓમાંથી એક જાપાન દ્વારા અમેરિકામાં 550 અબજ ડોલરનું રોકાણ કરવાનું વચન છે, જેને અમેરિકન ઈતિહાસમાં કોઈપણ અન્ય કરારથી અલગ જણાવવામાં આવ્યું છે.