SCO બેઠક પછી બદલાતો પવન જોઈ ટ્રમ્પ ભૂરાયા: દવાઓ પર 200 ટકા ટેરિફ
ચીનમાં યોજાયેલી શાંઘાઈ સહયોગ સંગઠનની બેઠક બાદ અમેરિકાના પગે રેલો આવ્યો હોવાનું અને પ્રમુખ ટ્રમ્પ વધુ ભુરાયા થયાનું જણાય છે, એક તરફ તેમણે ભારતે ટેરિફ ઘટાડવા ઓફર કરી હોવાનું અને હવે થઈ ગયાનો દાવો કર્યો છે. એ વચ્ચે અહેવાલ છે કે, ટ્રમ્પ આયાતી દવાઓ પર 200% કે તેથી વધુ ટેરિફ લાદવાની યોજના ધરાવે છે. તેમનો ઉદ્દેશ્ય વિદેશથી દવા ઉત્પાદનને યુએસમાં પાછું લાવવાનો છે.
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આયાતી દવાઓ પર 200% કે તેથી વધુ ટેરિફ લાદવાની યોજના ધરાવે છે. તેમનો ઉદ્દેશ્ય વિદેશથી દવા ઉત્પાદનને યુએસમાં પાછું લાવવાનો છે. જો કે, તેમણે કંપનીઓને તૈયારી માટે સમય આપવા માટે આ ટેરિફ લાદવામાં લગભગ એક થી દોઢ વર્ષનો વિલંબ કરવાની પણ વાત કરી છે.
ET ન્યૂઝ અનુસાર, ભારત, જે વિશ્વમાં જેનેરિક દવાઓનો મુખ્ય નિકાસકાર છે, તે ખાસ કરીને સંવેદનશીલ છે. જો યુએસમાં ટેરિફ લાદવામાં આવે છે, તો ભારતીય દવા ઉત્પાદકોને નુકસાન થઈ શકે છે અને તેમની નિકાસને અસર થઈ શકે છે. જોકે, કેટલાક અહેવાલો સૂચવે છે કે ટ્રમ્પ વહીવટીતંત્ર ચીનથી આયાત થતી દવાઓ અને તેના કાચા માલ (API) પર ખૂબ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. દરમિયાન ટ્રમ્પે સોમવારે દાવો કર્યો હતો
કે ભારતે યુએસ માલ પરના ટેરિફને શૂન્ય કરવા માટે પ્રસ્તાવ મૂક્યો છે, જે દર્શાવે છે કે નવી દિલ્હીએ વર્ષો પહેલા આવું કરવું જોઈતું હતું.
ટ્રમ્પની ટિપ્પણીઓ એવા સમયે આવી છે જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તિયાનજિનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન સમિટ દરમિયાન રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય ચર્ચા કરી હતી.