For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ટ્રમ્પ પર ટેરિફનું ભૂત સવાર: હજુ વધારાના પ્રતિબંધોની ચેતવણી

11:12 AM Aug 07, 2025 IST | Bhumika
ટ્રમ્પ પર ટેરિફનું ભૂત સવાર  હજુ વધારાના પ્રતિબંધોની ચેતવણી

ઞજ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમની ધમકી પર કાર્યવાહી કરતા ગઇકાલે ઞજમાં પ્રવેશતા ભારતીય માલ પર 25 ટકા વધારાની ડ્યુટી લાદી. જ્યારે પૂછવામાં આવ્યું કે, ભારતીય અધિકારીઓએ કહ્યું છે કે ચીન જેવા અન્ય દેશો પણ રશિયન તેલ ખરીદી રહ્યા છે. તમે આ વધારાના પ્રતિબંધો માટે ભારતને કેમ દોષી ઠેરવી રહ્યા છો? આના પર, ઞજ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ફક્ત 8 કલાક થયા છે. ચાલો જોઈએ શું થાય છે. તમને ઘણું બધું જોવા મળશે તમને ઘણા વધારાના પ્રતિબંધો જોવા મળશે. બીજી તરફ ટ્રમ્પે ચિપની આયાત પર 100 ટકા ટેરીફ લાદવાની જાહેરાત કરી જણાવ્યું હતું કે અમેરિકામાં ઉત્પાદન કરતી કંપનીઓને એમાંથી મુક્તી અપાશે.

Advertisement

આ નિવેદન એ સંકેત આપે છે કે ટ્રમ્પ અન્ય દેશો, ખાસ કરીને ચીન, પર પણ ટેરિફ અથવા પ્રતિબંધો લાદવાનું વિચારી રહ્યા છે. ચીન પર વધુ ટેરિફ લાદવાની યોજના અંગે પૂછતાં, ટ્રમ્પે કહ્યું, કદાચ. તે આપણે તે કેવી રીતે કરીએ છીએ તેના પર નિર્ભર છે. કદાચ. આ અસ્પષ્ટ જવાબ ચીન પર વધારાની ટેરિફની શક્યતાને ખુલ્લી રાખે છે, જોકે હાલમાં ચીન પર 10% ટેરિફ લાગુ છે, જે ભારતના 50% (25% પાયાની + 25% વધારાની) ટેરિફ કરતાં ઓછી છે.

ભારતના વિદેશ મંત્રાલયે આ ટેરિફને અન્યાયી, અયોગ્ય અને ગેરવાજબી ગણાવ્યા છે, એમ કહીને કે ભારતની રશિયન તેલની ખરીદી 1.4 અબજ લોકોની ઊર્જા સુરક્ષા માટે જરૂૂરી છે. મંત્રાલયે એ પણ નોંધ્યું કે ચીન, તુર્કી અને યુરોપિયન યુનિયન જેવા અન્ય દેશો પણ રશિયન ઉત્પાદનો ખરીદે છે, છતાં ભારતને નિશાન બનાવવામાં આવ્યું છે.

Advertisement

નિષ્ણાતોનું માનવું છે કે આ ટેરિફ ભારતના નિકાસ ક્ષેત્રો, ખાસ કરીને ટેક્સટાઈલ, ચામડું અને દરિયાઈ ઉત્પાદનોને અસર કરશે, જે મોટાભાગે ખજખઊ દ્વારા સંચાલિત છે. ભારતના 2024માં અમેરિકા સાથે 87 અબજની નિકાસ પર આ ટેરિફની અસર થશે, જેનાથી ભારતનો ૠઉઙ 0.2-0.3% ઘટી શકે છે.
ચીનના સંદર્ભમાં, ટ્રમ્પની નીતિ હજુ સ્પષ્ટ નથી, પરંતુ તેમનું ધ્યાન ભારત પર વધુ કેન્દ્રિત લાગે છે, ભારતના ઊંચા ટેરિફ અને રશિયા સાથેના વેપારને કારણે. રશિયન પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે આ ટેરિફને ગેરકાયદેસર દબાણ ગણાવ્યું, એમ કહીને કે સાર્વભૌમ દેશોને તેમના વેપાર ભાગીદારો પસંદ કરવાનો અધિકાર છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement