ઇરાનના અણુ કાર્યક્રમનો જાસૂસી રિપોર્ટ ફગાવતા ટ્રમ્પ: ગબાર્ડનું પદ ખતરામાં
ગુપ્તચર એજન્સીઓને ફરીવાર ખોટી ગણાવી: નાટોને પણ અડફેટે લીધું
ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગઇકાલે ઈરાનના પરમાણુ કાર્યક્રમ અંગે અમેરિકન ગુપ્તચર એજન્સીઓના અહેવાલને ફગાવી દીધો અને દેશના ડિરેક્ટર ઓફ નેશનલ ઈન્ટેલિજન્સ તુલસી ગબાર્ડ સામે જ સવાલો ઉભા કર્યા. ત્યારબાદથી એવી ચર્ચા થઇ રહી છે કે ડોનાલ્ડ ટ્રમ્પ હવે તુલસી ગબાર્ડની નોકરી છીનવી શકે છે અને તેમને આ પદેથી હટાવી શકે છે. ન્યુ જર્સીમાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે મારી ગુપ્તચર એજન્સીઓ ખોટી હતી.
માર્ચમાં અમેરિકન કોંગ્રેસ સમક્ષ રજૂ કરાયેલા એક અહેવાલમાં તુલસી ગબાર્ડે કહ્યું હતું કે અમેરિકાની ઈન્ટેલિજન્સ એજન્સીનું માનવું છે કે ઈરાને હજુ સુધી પરમાણુ શસ્ત્રો બનાવવાનો કોઈ નિર્ણય લીધો નથી.
ટ્રમ્પે ઈરાનના નાગરિક પરમાણુ ઊર્જાના દાવાઓ પર પણ સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું, ઈરાન પાસે વિશ્વના સૌથી મોટા તેલ ભંડારોમાંથી એક છે, તો તેમને નાગરિકોના ઉપયોગ માટે પરમાણુ ઊર્જાની કેમ જરૂૂર છે? આ સમજ બહારની વાત છે.
આગામી નાટો સમિટ પહેલા ટ્રમ્પે વધુ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે અમેરિકાએ 5% ૠઉઙ સંરક્ષણ ખર્ચનો લક્ષ્યાંક પૂર્ણ ન કરવો જોઈએ, પરંતુ અન્ય દેશોએ કરવો જોઈએ. તેમણે કહ્યું, અમે ઘણા લાંબા સમયથી નાટોને ટેકો આપી રહ્યા છીએ. હવે બીજાઓનો વારો છે.સ્ત્રસ્ત્ર સ્પેનનું નામ લેતા, ટ્રમ્પે કહ્યું કે તે એક એવો દેશ છે જે ખૂબ જ ઓછો ખર્ચ કરે છે. ટ્રમ્પે ટોણો માર્યો કે કાં તો તેઓ સારા વાટાઘાટકાર છે અથવા તેઓ યોગ્ય કામ કરી રહ્યા નથી.