For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ટ્રમ્પે કાચું કાપ્યું?, કેનેડા-મેક્સિકોને ટેરિફમાં 2 એપ્રિલ સુધી મુક્તિ

11:04 AM Mar 07, 2025 IST | Bhumika
ટ્રમ્પે કાચું કાપ્યું   કેનેડા મેક્સિકોને ટેરિફમાં 2 એપ્રિલ સુધી મુક્તિ

Advertisement

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એક પછી એક મોટા નિર્ણયો લઇને ચોંકાવતા રહ્યા છે ત્યારે તેમના અનેક નિર્ણય માથા-ધડ વગરના હોય એ રીતે લેવાયેલા હોય તેવા લાગે છે જેના કારણે હવે અમુક નિર્ણયો મામલે તેમણે પીછેહઠ કરવી પડી રહી છે. તાજેતરમાં તેમણે મેક્સિકો અને કેનેડા જેવા દેશો પર ટેરિફ લાગુ કર્યો છે પરંતુ આ મામલે હવે તેમનાથી કાચું કપાયું હોય તેવું સ્પષ્ટ દેખાય છે એટલા માટે આ નિર્ણય મામલે થોડાક સમય માટે પીછેહઠ કરી છે.
માહિતી અનુસાર ટ્રમ્પ સરકારે જાહેરાત કરી હતી કે મેક્સિકો અને કેનેડાને 2 એપ્રિલ સુધી અમુક માલ-સામાન પર ટેરિફ ચૂકવવો નહીં પડે. માહિતી મુજબ અમેરિકા-મેક્સિકો-કેનેડા કરાર (ઞજખઈઅ) હેઠળ આવતી વસ્તુઓ માટે બંને દેશોને આ મુક્તિ આપવામાં આવી છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે ગુરુવારે એવા દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા હતા જેણે યુએસએમસીએ મુક્ત વેપાર કરાર હેઠળ આવરી લેવામાં આવેલા મેક્સિકો અને કેનેડાના તમામ ઉત્પાદનો પર ટેરિફને લગભગ એક મહિના માટે મુલતવી રાખશે. આ પગલું ટ્રમ્પની મેક્સિન પ્રમુખ ક્લાઉડિયા શિનબામ સાથેની ચર્ચા અને કેનેડિયન-ટ્રમ્પ વહીવટીતંત્રના અધિકારીઓ વચ્ચેની વાતચીતને પગલે લેવામાં આવ્યું છે.

Advertisement

અમેરિકાના વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિકે પહેલાથી જ સંકેત આપ્યો હતો કે અમેરિકન પ્રમુખે 5 માર્ચની શરૂૂઆતમાં કેનેડા અને મેક્સિકો પર લાદવામાં આવેલા 25 ટકા ટેરિફમાં ઘટાડો કરી શકે છે, કારણ કે બંને દેશોએ કંઇક સારું આયોજન કરવાનું આશ્વાસન આપી રહ્યા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement