For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હાર્વર્ડ યુનિ.માં વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ પર પ્રતિબંધ લગાવતા ટ્રમ્પ

12:04 PM May 23, 2025 IST | Bhumika
હાર્વર્ડ યુનિ માં વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ પર પ્રતિબંધ લગાવતા ટ્રમ્પ

Advertisement

ટ્રમ્પ સરકારનો આરોપ છે કે હાર્વર્ડ યુનિવર્સિટીમાં યહૂદી વિરોધીવાદને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને તે ચીની કમ્યુનિસ્ટ પાર્ટી સાથે મળીને કામ કરી રહી છે. જેને લઇને અમેરિકાના રાષ્ટ્રપતિ અને તેમના વહીવટીતંત્રએ હાવર્ડ યુનિવર્સિટી સામે કડક પગલું લીધું છે. હવે હાર્વર્ડ વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકશે નહીં. તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ પ્રતિબંધ અમલમાં રહેશે.

હાર્વર્ડ યુનિવર્સિટીને એક પત્ર મોકલવામાં આવ્યો છે, જે અનુસાર જો હાર્વર્ડ આગામી શૈક્ષણિક શાળા વર્ષ પહેલાં સ્ટુડન્ટ અને એક્સચેન્જ વિઝિટર પ્રોગ્રામ સર્ટિફિકેશન પાછું મેળવવાની તક ઇચ્છે છે, તો તેમણે 72 કલાકની અંદર જરૂૂરી માહિતી પૂરી પાડવી જોઈએ.

Advertisement

યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઇટ અનુસાર, દર વર્ષે 500-800 ભારતીય વિદ્યાર્થીઓ અને વિદ્વાનો હાર્વર્ડમાં અભ્યાસ કરે છે. હાલમાં, હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભારતના 788 વિદ્યાર્થીઓ નોંધાયેલા છે.
હાર્વર્ડની સ્થાપના 1636માં થઈ હતી અને તે વિશ્વની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાંની એક છે. યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં આઠ યુએસ રાષ્ટ્રપતિઓ અને 200 થી વધુ જીવંત અબજોપતિઓ, તેમજ 188 અબજોપતિ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે જેમની કુલ સંપત્તિ આશરે ઞજ5.43 ટ્રિલિયન છે.
13 મેના રોજ, વિશ્વની ટોચની યુનિવર્સિટીઓમાંની એક, હાર્વર્ડને સરકારી ભંડોળમાં નવો કાપ મૂકવાની જાહેરાત કરવામાં આવી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement