બાઇડેન દ્વારા ઓટોપેન મશીનથી હસ્તાક્ષર કરાયેલા તમામ દસ્તાવેજો રદ કરવા ટ્રમ્પની જાહેરાત
પૂર્વ પ્રમુખ સાનભાનમાં નહોતા, ડાબેરિઓ વાસ્તવમાં સત્તા સંભાળતા હતા
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે એક મોટી જાહેરાત કરતા કહ્યું કે, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડનદ્વારા ઓટોપેન મશીનનો ઉપયોગ કરીને સહી કરાયેલા તમામ દસ્તાવેજો હવે રદ કરવામાં આવ્યા છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે બાઈડનના લગભગ 92 ટકા ઓર્ડર આ મશીનનો ઉપયોગ કરીને સહી કરવામાં આવ્યા હતા. ટ્રમ્પે પોતાની સોશિયલ મીડિયા સાઇટ પ ટ્રુથ સોશિયલ પ પર લખ્યું છે કે, પ સ્લીપી જો બાઈડન દ્વારા ઓટોપેનનો ઉપયોગ કરીને સહી કરાયેલા તમામ દસ્તાવેજો રદ કરવામાં આવ્યા છે. તેમની કોઈ કાનૂની અસર થશે નહીં. ઓટોપેનનો ઉપયોગ ફક્ત ત્યારે જ કાયદેસર છે જો રાષ્ટ્રપતિ પોતે તેને ખાસ અધિકૃત કરે.
ટ્રમ્પે વધુમાં જણાવ્યું હતું કે બાઈડનના બધા એક્ઝિક્યુટિવ ઓર્ડર અને તેમણે પોતાના હાથે સીધા સહી ન કરેલા અન્ય કોઈપણ આદેશો રદબાતલ છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે બાઈડનની આસપાસ રહેલા કટ્ટરપંથી ડાબેરીઓના પાગલ લોકો ઓવલ ઓફિસમાં રિઝોલ્યુટડેસ્કની આસપાસ ભેગા થયા હતા અને તેમની પાસેથી રાષ્ટ્રપતિ પદ છીનવી લીધું હતું. ટ્રમ્પે ચેતવણી આપી હતી કે, જે લોકોએ ઓટોપેનનો ઉપયોગ કર્યો હતો તેમણે ગેરકાયદેસર રીતે આવું કર્યું હતું. જો બાઈડનઆ પ્રક્રિયામાં બિલકુલ સામેલ નહોતા. જો બાઈડનદાવો કરે છે કે તેમના સ્ટાફે આ તેમની પરવાનગીથી કર્યું છે, તો તેમની સામે ખોટી જુબાની આપવા બદલ કાર્યવાહી કરવામાં આવશે.
ટ્રમ્પ લાંબા સમયથી કહેતા આવ્યા છે કે બાઈડન તેમની ઉંમર અને માનસિક સ્થિતિને કારણે તેમના કાર્યાલય પર નિયંત્રણ જાળવી શક્યા ન હતા. તેમણે અગાઉ અનેક વખત બાઈડનના ઓટોપેન્સના ઉપયોગ પર સવાલ ઉઠાવ્યા છે. જોકે દાયકાઓથી વ્હાઇટ હાઉસમાં ઓટોપેન્સનો ઉપયોગ સામાન્ય રહ્યો છે, ટ્રમ્પ કહે છે કે બાઈડનનો તેમના પર નિર્ભરતા સાબિત કરે છે કે તેમના રાષ્ટ્રપતિ પદ દરમિયાન તેઓ ખરેખર નિયંત્રણમાં નહોતા.