લેબનોનમાં હિઝબુલ્લાના ટોચના નેતાને ઠાર મરાયો
હિઝબુલ્લાહના ટોચના કમાન્ડર શેખ મુહમ્મદ અલી હમ્માદીને પૂર્વી લેબનોનમાં તેના ઘરની સામે છ ગોળીઓ મારવામાં આવ્યો હતો. શેખ મુહમ્મદ અલી હમ્માદીને અમેરિકાની કાયદા અમલીકરણ એજન્સી ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનની મોસ્ટ વોન્ટેડ યાદીમાં સામેલ કરવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હમ્માદી હિઝબુલ્લાહના પશ્ચિમી અલ-બકા ક્ષેત્રનો કમાન્ડર હતો.
બે વાહનોમાં આવેલા હુમલાખોરોએ હમ્માદીને નિશાન બનાવ્યું હતું. હમ્માદીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર વર્ષો જૂના પારિવારિક ઝઘડામાં હમ્માદીની હત્યા કરવામાં આવી હતી. હમ્માદી કેટલાક દાયકાઓથી ઋઇઈંની મોસ્ટ-વોન્ટેડ યાદીમાં ભાગેડુ હતો. 1985માં વેસ્ટ જર્મન એરલાઇનરને હાઇજેક કર્યા બાદ હમ્માદી એફબીઆઇના ધ્યાન પર આવ્યો હતો. આ વિમાન લુફ્થાન્સાની ફ્લાઇટ 847 હતું. જહાજમાં 153 મુસાફરો હતા, જેમાં ઘણા અમેરિકનો પણ હતા. હમ્માદી પર પ્લેનમાં સવાર એક અમેરિકન નાગરિકના ત્રાસ અને હત્યામાં સામેલ હોવાનો આરોપ હતો.