કેનેડામાં અકસ્માતમાં ત્રણ ભારતીય વિદ્યાર્થીનાં મોત
11:09 AM Jul 30, 2024 IST | Bhumika
Advertisement
કેનેડાના મિલ કોવ શહેરમાં રસ્તા પર સર્જાયેલ અકસ્માતમાં ત્રણ પંજાબી વિદ્યાર્થીઓના મોત થયા છે. જેમાં ચાલતી ગાડીનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં મોત થયેલ વિદ્યાર્થીઓની ઓળખ કરતા સમાના નિવાસી સરમદીર કૌર, અમલોહ નજીક બુરકદાં ગામના નવજોત સોમલ અને હરમન નામ જાણવા મળ્યા હતા. મૃતકોના પરિવારજનોના જણાવ્યા મુજબ પંજાબ સરકારે મૃતદેહ પંજાબ લાવવાની પહેલ કરવી જોઈએ. જોકે આ વિદ્યાર્થીઓ થોડા સમય પહેલા જ ભણવા માટે કેનેડા ગયા હતા.
સૂત્રોથી મળતી માહિતી અનુસાર આ ત્રણે વિદ્યાર્થીઓ બ્રંસવિક પ્રાંતના મોન્કટન શહેર જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમની ગાડીનું ટાયર ફાટી ગયુ હતુ. જે બાદ ગાડી પલટી મારી હતી. જોકે ત્રણેય ગાડીની બહાર પડી ગયા હતા. પરંતુ ગંભીર રૂૂપ થી ઘાયલ થયા હતા. જેના બાદ પોલીસે તમામને સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.
Advertisement
Advertisement