પાક.ના હવાઇ હુમલામાં ત્રણ અફઘાન ક્રિકેટરોનાં મોત
મૈત્રીપૂર્ણ મેચ રમ્યા પછી પોતાના પ્રાંતમાં પરત ફરેલા ખેલાડીઓને મેળાવડા દરમિયાન નિશાન બનાવાયા: પાક.શ્રીલંકા સાથેની ત્રિકોણીય શ્રેણીમાંથી ખસી જતું અફઘાનિસ્તાન
પક્તિકા પ્રાંતમાં પાકિસ્તાની હવાઈ હુમલામાં ઓછામાં ઓછા ત્રણ અફઘાની ક્રિકેટરો માર્યા ગયા છે. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB) એ જણાવ્યું હતું કે ખેલાડીઓ મૈત્રીપૂર્ણ મેચમાં ભાગ લેવા માટે ઉર્ગુનથી પાકિસ્તાન સરહદ પર પૂર્વી પાક્ટીકા પ્રાંતના શરણામાં ગયા હતા. ACB એ ત્રણ ખેલાડીઓનું નામ કબીર, સિબઘાતુલ્લાહ અને હારૂૂન જાહેર કરી કહ્યું છે કે આ હુમલામાં અન્ય પાંચ લોકો પણ માર્યા ગયા છે.
ઉર્ગુન ઘરે પાછા ફર્યા પછી, તેમને એક મેળાવડા દરમિયાન નિશાન બનાવવામાં આવ્યા હતા, જેને પાકિસ્તાની શાસન દ્વારા કરવામાં આવેલ કાયરતાપૂર્ણ હુમલો તરીકે વર્ણવવામાં આવ્યો હતો. ACB એ હુમલા અંગે વધુ વિગતો આપી નથી. હુમલા બાદ, અફઘાનિસ્તાને આવતા મહિને પાકિસ્તાન અને શ્રીલંકા સાથેની ત્રિકોણીય શ્રેણીમાંથી ખસી ગયું. પીડિતો પ્રત્યે આદર દર્શાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ પક્તિકા પ્રાંતના ઉર્ગુન જિલ્લાના બહાદુર ક્રિકેટરોની દુ:ખદ શહાદત પર ઊંડો દુ:ખ અને શોક વ્યક્ત કરે છે, જેમને આજે સાંજે પાકિસ્તાની શાસન દ્વારા કરવામાં આવેલા કાયરતાપૂર્ણ હુમલામાં નિશાન બનાવવામાં આવ્યા હતા. અફઘાનિસ્તાનની ટી-20 ટીમના કેપ્ટન, રાશિદખાને તાજેતરના હુમલાઓની નિંદા કરી અને ABC ના મૈત્રીપૂર્ણ શ્રેણીમાંથી ખસી જવાના નિર્ણયનું સ્વાગત કર્યું.
અફઘાનિસ્તાન પર તાજેતરના પાકિસ્તાની હવાઈ હુમલામાં નાગરિકોના જીવ ગુમાવવાથી હું ખૂબ જ દુ:ખી છું. એક દુર્ઘટના જેમાં મહિલાઓ, બાળકો અને વિશ્વ મંચ પર પોતાના રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરવાનું સ્વપ્ન જોતા યુવા ક્રિકેટરોના જીવ ગયા, તેમણે એકસ પરની એક પોસ્ટમાં કહ્યું હતું. અફઘાન મીડિયા અનુસાર, પાકિસ્તાને શુક્રવારે અફઘાનિસ્તાનના પક્તિકા પ્રાંતમાં શ્રેણીબદ્ધ હવાઈ હુમલા કર્યા, જેમાં કાબુલે ઇસ્લામાબાદ પર બંને પડોશી દેશો વચ્ચેના નાજુક યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો.
બોંબ ભરેલું વાહન લશ્ક્રી છાવણીમાં ઘુસી ગયું, સાત પાક. સૈનિકોના મોત
પાકિસ્તાનમાં આ એક મોટો આત્મઘાતી હુમલો છે. ખૈબર પખ્તુનખ્વાના ઉત્તર વઝીરિસ્તાનમાં થયેલા આ આતંકવાદી હુમલામાં સાત પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા. વઝીરિસ્તાન ક્ષેત્રના મીર અલી જિલ્લામાં સ્થિત આ હુમલાનું સ્થળ અફઘાન સરહદની ખૂબ નજીક છે. એવું જાણવા મળ્યું છે કે આ આતંકવાદી હુમલો તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યો હતો. આત્મઘાતી હુમલાખોરે વિસ્ફોટકોથી ભરેલું વાહન લશ્કરી છાવણીમાં ઘૂસી જવાનો પ્રયાસ કર્યો હતો, અને વાહન દિવાલ સાથે અથડાયું હતું, જેના કારણે વિસ્ફોટ થયો હતો.