'આ એક આતંકવાદી હુમલો છે...' વ્હાઇટ હાઉસ પાસે ફાયરિગ થતાં ટ્રમ્પ થયાં ગુસ્સે
અમેરિકામાં વ્હાઇટ હાઉસ નજીક ગોળીબારની ઘટના સામે આવી છે. વ્હાઇટ હાઉસથી બે બ્લોક દૂર થયેલા ગોળીબારમાં નેશનલ ગાર્ડ્સના બે સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા. આ મામલે એક આરોપીની અટકાયત કરવામાં આવી છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ ઘટનાની સખત નિંદા કરી હતી. ટ્રમ્પે ગુસ્સો વ્યક્ત કરતા આરોપીને 'જાનવર' કહ્યો હતો. ટ્રમ્પે કહ્યું કે આ આતંકી હુમલો જ હતો.
બુધવારે સાંજે બુધવારે સાંજે વ્હાઇટ હાઉસથી બે બ્લોક દૂર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા બાદ તાત્કાલિક સંકુલને બંધ કરી દેવામાં આવ્યું હતું, અને કાયદા અમલીકરણ એજન્સીઓ આ વિસ્તારની તપાસ કરી રહી છે. ટ્રમ્પ તે સમયે ફ્લોરિડામાં તેમના માર-એ-લાગો ક્લબમાં હતા.
અમેરિકી જસ્ટિસ ડિપાર્ટમેન્ટ આ મામલાને આતંકવાદી હુમલા તરીકે તપાસી રહ્યું છે. હુમલા પછી રાષ્ટ્રપતિ ટ્રમ્પે પેન્ટાગોનને નિર્દેશ આપ્યો કે વોશિંગ્ટન DCમાં સુરક્ષા વધારવા માટે 500 વધારાના નેશનલ ગાર્ડ્સ મોકલવામાં આવે. ટ્રમ્પે કહ્યું કે આરોપી તેની ભારે કિંમત ચૂકવશે.
ટ્રમ્પે ટ્રુથ પર લખ્યું- અમારા મહાન નેશનલ ગાર્ડ અને સુરક્ષા દળો પર ગર્વ છે. હું અને મારી આખી ટીમ તેમની સાથે છીએ. આ સમગ્ર રાષ્ટ્ર વિરુદ્ધનો અપરાધ છે. આ માનવતા વિરુદ્ધનો અપરાધ છે.
અફઘાન નાગરિકોની કડક તપાસ કરવામાં આવશે
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બિડેનના શાસનકાળમાં અફઘાનિસ્તાનથી યુએસમાં પ્રવેશેલા દરેક એલિયનની ફરીથી તપાસ કરવામાં આવશે. નેશનલ ગાર્ડના સભ્યો પર ગોળીબાર અંગે ટ્રમ્પે જણાવ્યું હતું કે DHS માને છે કે શંકાસ્પદ વ્યક્તિ 2021 માં અફઘાનિસ્તાનથી અમેરિકામાં પ્રવેશ્યો હતો. ટ્રમ્પની જાહેરાતથી અમેરિકામાં રહેતા અફઘાન નાગરિકોને પડતી મુશ્કેલીઓ વધુ વધશે, કારણ કે હવે તેમની કડક તપાસ કરવામાં આવશે.
કસ્ટડીમાં એક શંકાસ્પદ
29 વર્ષીય રહેમાનુલ્લાહ લકનવાલ નામના શંકાસ્પદ વ્યક્તિને ગોળીબારમાં ઘાયલ થયા બાદ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. અફઘાન નાગરિક લકનવાલ 2021 માં અમેરિકા આવ્યો હોવાનું કહેવાય છે. ન્યાય વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે ગોળીબારની તપાસ આતંકવાદી કૃત્ય તરીકે કરવામાં આવી રહી છે.