For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આતંકીઓને શરણ આપતા દેશ પાસેથી કંઈ શીખવું નથી: પાક.ને તતડાવતું ભારત

05:57 PM Sep 11, 2025 IST | Bhumika
આતંકીઓને શરણ આપતા દેશ પાસેથી કંઈ શીખવું નથી  પાક ને તતડાવતું ભારત

સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC)માં ભારતે પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા છે. ભારતે સ્પષ્ટ કહી દીધું કે, તેને એવા દેશ પાસેથી કોઈ પાઠ શીખવાની કોઈ જરૂૂર નથી જે પોતે આતંકવાદીઓને આશ્રય અને ભંડોળ પૂરું પાડીને વિશ્વની સુરક્ષા માટે જોખમ ઊભુ કરે છે.

Advertisement

જીનીવામાં ભારતના સ્થાયી મિશનના કાઉન્સેલર ક્ષિતિજ ત્યાગીએ કહ્યું હતું કે, ‘અમારે ફરી મજબૂરીવશ એવા દેશની ઉશ્કેરણીજનક વાતોનો જવાબ આપવો પડ્યો છે, જેના નેતાઓએ હાલમાં જ ખુદ પાકિસ્તાનને પડમ્પ ટ્રક’ કહ્યુ હતું. કદાચ આ એવા દેશ માટે યોગ્ય ઉદાહરણ છે જે આ પ્લેટફોર્મ પર જૂઠાણા અને જૂના પ્રોપોગેન્ડાનું વારંવાર પુનરાવર્તન કરે છે.

ત્યાગીએ આ વર્ષે એપ્રિલમાં થયેલા પહલગામ હુમલાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ‘આપણે 9/11 ને ભૂલવું ન જોઈએ, જેની વર્ષગાંઠ દુનિયા કાલે ઉજવી રહી છે. એ પણ યાદ રાખવું જોઈએ કે, જે દેશે તેના માસ્ટરમાઇન્ડ (ઓસામા બિન લાદેન) ને આશ્રય આપ્યો હતો, તેણે પાછળથી તેને શહીદ કહ્યો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement