For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દુબઇમાં વિશ્ર્વની સૌથી મોટી 64 કિલોની સોનાની વીટીનું થશે અનાવરણ

12:00 PM Jul 22, 2024 IST | Bhumika
દુબઇમાં વિશ્ર્વની સૌથી મોટી 64 કિલોની સોનાની વીટીનું થશે અનાવરણ
Advertisement

સોનાની ચમક-દમક કાયમ વિશ્ર્વભરમાં બરકરાર રહી છે. વ્યક્તિ કે દેશનું આર્થિક માપ પણ તેની પાસે રહેલા સોનાના ભંડારથી માપવામાં આવે છે. સોનાની ચમક કાયમ ધ્યાન ખેંચનારી રહી છે. તસવીરમાં વિશ્ર્વની સૌથી મોટી સોનાની વીટી દર્શાવવામાં આવી છે. જેનું વજન આશરે 64 કિલોનું છે. આશરે 3 મિલિયન ડોલરની કિંમત ધરાવતી આ વીટીંનું દુબઇમાં અનાવરણ કરવામાં આવનાર છે. આ અતિ મુલ્યવાન વીટીને નિહાળવા માટે સોનાના શોખીનો દુબઇ પહોંચી રહ્યા છે. દુબઇની વિખ્યાત જ્વેલરી શોપ ડ્રેરા ગોલ્ડ સોકે આ વીટીનું નામ ‘નઝમત તૈયબા’ રાખ્યું છે. 64 કિલોની આ વીટીમાં 5.1 કિલોગ્રામના કિંમતી પથ્થર પણ જડવામાં આવ્યાં છે. આ અદ્ભુત વીટી બનાવવામાં 55 કારીગરોને 45 દિવસનો સમય લાગ્યો છે. આ વીટીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં સ્થાન આપવામાં આવ્યું છે. ઉપરાંત વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ દ્વારા માન્યતા આપવામાં આવી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement