For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

યુદ્ધના કારણે શેરબજારોમાં કડાકા, વિશ્ર્વભરના ધન કુબેરોની સંપતિ ધોવાઇ

11:08 AM Oct 04, 2024 IST | Bhumika
યુદ્ધના કારણે શેરબજારોમાં કડાકા  વિશ્ર્વભરના ધન કુબેરોની સંપતિ ધોવાઇ
Advertisement

મસ્ક-ઝુકરબર્ગ-હુઆંગ-અદાણી-અંબાણી સહિતના ઉદ્યોગકારોને ફટકો

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવને કારણે ગુરુવારે વિશ્વભરના શેરબજારોમાં ઘટાડો નોંધાયો હતો. જેના કારણે અમીરોની યાદીમાં મોટો ફેરફાર થયો છે. ટોપ 20માં માત્ર ત્રણ ધનિક લોકોની નેટવર્થ વધી છે. જેમાં ફેસબુકની પેરન્ટ કંપની મેટા પ્લેટફોર્મના સીઈઓ માર્ક ઝકરબર્ગ, એનવીડિયાના સીઈઓ જેન્સન હુઆંગ અને ડેલ કોર્પોરેશનના માઈકલ ડેલનો સમાવેશ થાય છે. આ વૃદ્ધિ સાથે ઝકરબર્ગ વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં બીજા સ્થાને પહોંચી ગયા છે. એશિયાના સૌથી મોટા અમીરો મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીને ભારે નુકસાન થયું છે.

Advertisement

ગુરુવારે ઝકરબર્ગની સંપત્તિમાં 3.43 અબજ ડોલરનો વધારો થયો છે અને તે 206 અબજ ડોલરની સાથે વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં બીજા સ્થાને પહોંચી ગયા છે. આ વર્ષે તેની નેટવર્થમાં સૌથી વધુ 78.1 બિલિયનનો વધારો થયો છે.

ઈલોન મસ્ક 256 બિલિયનની નેટવર્થ સાથે નંબર વન પર છે. જેફ બેઝોસ 205 બિલિયનની નેટવર્થ સાથે ત્રીજા સ્થાને સરકી ગયા છે, જ્યારે ફ્રેન્ચ બિઝનેસમેન બર્નાર્ડ આર્નોલ્ટ 193 બિલિયન સાથે ચોથા સ્થાને છે.

આ દરમિયાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી 14માં સ્થાને સરકી ગયા છે. ગુરુવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં ઘટાડો થયો હતો. આ કારણે અંબાણીની કુલ સંપત્તિમાં 4.29 બિલિયનનો ઘટાડો થયો છે. હવે તેની કુલ સંપત્તિ 107 અબજ ડોલર છે. આ વર્ષે તેની નેટવર્થમાં 10.5 બિલિયનનો ઘટાડો થયો છે. અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીની નેટવર્થમાં 2.93 બિલિયનનો ઘટાડો થયો છે અને તેઓ 100 બિલિયન સાથે 17મા સ્થાને સરકી ગયા છે. આ વર્ષે તેની નેટવર્થ 16.1 બિલિયન વધી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement