ટ્રમ્પ ઉપર હુમલાની સચોટ આગાહી પાદરીએ કરી હતી
અમેરિકામાં પ્રમુખની ચૂંટણી બાદ ભયાનક મંદીની પણ આગાહી
અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર થયેલા ગોળીબાર બાદ સોશિયલ મીડિયામાં એક પાદરીની એક અને બાબા વેંગાની ભવિષ્યવાણી ફરી ચર્ચામાં આવી છે.
પૂર્વ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા હુમલા બાદ સોશિયલ મીડિયા પર ઘણાં યુઝર્સે પાદરીની ભવિષ્યવાણીનો વીડિયો શેર કરી રહ્યા છે. આ ભવિષ્યવાણી કરનારા પાદરીનું નામ બ્રાન્ડોન બિગ્સ છે. તેમનું કહેવું છે કે, ભગવાને મને એવી ઘણી ઘટનાઓ વિશે જણાવ્યું છે જે ટૂંક સમયમાં અમેરિકામાં થવા જઈ રહી છે. મે ટ્રમ્પ પર જીવલેણ હુમલો જોયો છે, મેં તેમના કાનમાં ગોળી વીંધતી જોઈ છે. મેં એ પણ જોયું કે આ દરમિયાન તે જમીન પર પડી ગયા અને ભગવાનને યાદ કરવા લાગ્યો. મેં તેમને રાષ્ટ્રપતિની ચૂંટણી જીતતા પણ જોયા છે.
અમેરિકામાં મંદીને લઈને બ્રાન્ડોન બિગ્સ ભવિષ્યવાણી કરતા જણાવ્યું હતું કે, પ્રમુખની ચૂંટણી બાદ અમેરિકમાં મંદી પણ જોઈ છે, જે દેશના ઈતિહાસની સૌથી ખરાબ મંદી હશે. ભગવાને કહ્યું છે કે આ સમય બહુ ખરાબ જવાનો છે.
આ ઉપરાંત ટ્રમ્પ પર હુમલા પછી હવે બાબા વેંગાની એ ભવિષ્યવાણી ખૂબ ચર્ચામાં આવી છે જેમાં તેમને પહેલા થી ટ્રમ્પ પર હુમલાની વાત કહી હતી. બાબા વેંગાએ અગાઉ ટ્રમ્પ ઉપર હુમલો થશે એવું ભવિષ્ય ભાખ્યું હતું. હવે બાબા વેંગાની આ ભવિષ્યવાણી 100 ટકા સત્ય નીકળી છે.
બલ્ગેરિયાના બાબા વેંગાને ઘણીવાર પબાલ્ક્ધસના નોસ્ટ્રાડેમસથ તરીકે ઓળખવામાં આવે છે. વેન્ગા ચોંકાવનારી આગાહીઓ કરવા માટે પણ દુનિયામાં જાણીતી હતી. જેનું વર્ષ-1996માં અવસાન થયું હતું. આ હોવા છતાં, તેમની આગાહીઓ ઘણા લોકો માટે ઉત્સુકતા અને ચિંતાનો વિષય છે. તેમની ઘણી આગાહીઓમાં, વાયેંગાએ આગાહી કરી હતી કે વ્લાદિમીર પુટિન અને ડોનાલ્ડ ટ્રમ્પ બંનેના જીવન જોખમમાં હશે. બાબા વેંગાની આગાહી મુજબ ટ્રમ્પને એક રહસ્યમય બીમારી થશે જેના કારણે તેઓ બહેરા થઈ જશે અને બ્રેઈન ટ્યુમરથી પીડાશે. જ્યારે ટ્રમ્પે આ ચોક્કસ આરોગ્ય સમસ્યાઓનો અનુભવ કર્યો નથી.
બાબા વેંગાની ભવિષ્ય વાણીઓએ ઘણીવાર મોહ અને સંશય બંને જગાવ્યા છે.
જ્યારે તેમની કેટલીક આગાહીઓ, જેમ કે 9/11ના હુમલા અને કુર્સ્ક સબમરીન દુર્ઘટના, તેમની અગમચેતીના પુરાવા તરીકે ટાંકવામાં આવી છે. 2016 સુધીમાં યુરોપનો અંત અને 2010 અને 2014 વચ્ચે પરમાણુ યુદ્ધ જેવી અન્ય આગાહીઓ ફળીભૂત થઈ નથી. ચકાસી શકાય તેવા દસ્તાવેજોનો અભાવ હોવા છતાં, તેની આગાહીઓ વિશ્વભરના લોકોને આકર્ષિત કરી રહી છે.
બીડેન સરકારે ઊભું કરેલું વાતરવરણ ટ્રમ્પ ઉપર હુમલા માટે જવાબદાર: રશિયા
ટ્રમ્પ પરના હુમલાને લઈને રશિયન પ્રવક્તાએ કહ્યું, પઅમે નથી માનતા કે ટ્રમ્પ પર હુમલા પાછળ અમેરિકાની વર્તમાન સરકારનો હાથ છે, પરંતુ એ વાત સાચી છે કે વર્તમાન સરકારે એવું વાતાવરણ ઊભું કર્યું છે જેના કારણે ટ્રમ્પ પર હુમલો થયો છે. શું થયું અને જે અમેરિકા આજે સંઘર્ષ કરી રહ્યું છે. પેસ્કોવે કહ્યું, પટ્રમ્પને રાજકારણમાંથી દૂર કરવાના ઘણા પ્રયાસો થયા. પ્રથમ કાનૂની સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો, પછી અદાલતોનો. સ્વાભાવિક હતું કે તમામ બહારના નિષ્ણાતો માને છે કે ટ્રમ્પનો જીવ જોખમમાં છે.