For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કારગિલ વોર વખતે કાશ્મીર વિવાદ ખતમ કરવાની તક ગુમાવી

12:38 PM Jul 27, 2024 IST | admin
કારગિલ વોર વખતે કાશ્મીર વિવાદ ખતમ કરવાની તક ગુમાવી

કારગિલ યુદ્ધમાં ભારતે મેળવેલા વિજયને 25 વર્ષ પૂરાં થઈ ગયાં. 3 મે 1999ના રોજ શરૂૂ થયેલા કારગિલ યુદ્ધમાં પાકિસ્તાને કારગિલ સહિતના વિસ્તારો પર કબજો કરી લીધેલો. પાકિસ્તાનને ભારતના વિસ્તારોમાંથી ખદેડવા ભારતીય લશ્કરે ઓપરેશન વિજય શરૂૂ કર્યું હતું. 26 જુલાઈ, 1999ના રોજ ભારતીય લશ્કરના જવાનોએ આતંકવાદીઓની આડમાં ઘૂસેલા પાકિસ્તાની લશ્કરના સૈનિકોને ભારતીય સીમમાંથી સંપૂર્ણપણે ખદેડીને ફરી કારગિલમાં ભારતનો ઝંડો લહેરાવ્યો અને કારગિલ સહિતના તમામ વિસ્તારો પાછા મેળવ્યા એ ઘટનાને ગઇકાલે 25 વર્ષ પૂરાં થઈ ગયાં. કારગિલ વિજય દિવસની દર વરસે ઉજવણી થાય છે અને યુદ્ધમાં ખપી ગયેલા 572 જવાનોને આખો દેશ નત મસ્તક થઈને શ્રદ્ધાંજલિ આપે છે.

Advertisement

કારગિલ-દ્રાસ સેક્ટરમાં વિજય દિવસની ભવ્ય ઉજવણી થાય છે કેમ કે ભારતીય લશ્કરે કારગિલ-દ્રાસ સેક્ટરમાં અંતિમ લડાઈ લડીને પાકિસ્તાની લશ્કરને ખદેડેલું. દિલ્હીમાં ઈન્ડિયા ગેટ ખાતે અમર જવાન જ્યોતિ પર શહીદોને શ્રદ્ધાંજલિ અપાય છે. પરંપરાગત રીતે વડા પ્રધાન પોતે અમર જવાન જ્યોતિ પર જઈને શહીદોને શ્રદ્ધાંજલિ આપે છે. કારગિલ યુદ્ધમાં વિજય આઝાદ ભારતના ઈતિહાસનું એક ગૌરવપૂર્ણ પ્રકરણ છે અને દેશના સૈનિકોએ દેશના ગૌરવને પાછું મેળવેલું એ જોતાં કારગિલ વિજયની ખુશીમાં વિજય દિવસ મનાવાય છે. આ વરસે પણ એ ઉજવણી કરાઈ જ છે. યોગાનુયોગ કારગિલ વિજયની ઉજવણી એવા સમયે થઈ રહી છે કે જ્યારે જમ્મુ અને કાશ્મીરમાં ફરી આતંકવાદને ભડકાવવાની પુરજોશ કોશિશ પાકિસ્તાન દ્વારા થઈ રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં ભારતીય લશ્કર અને નાગરિકો પર પણ થયેલા ઉપરાછાપરી હુમલાના કારણે આપણા જવાનો શહીદ થઈ રહ્યા છે અને નાગરિકો પણ મરી રહ્યા છે.

ત્યારે 25 વર્ષ પહેલાં ગુમાવેલી તક પર અફસોસ થાય છે. પાકિસ્તાને 25 વર્ષ પહેલાં કારગિલમાં ઘૂસણખોરી કરીને ભારતનો વિસ્તાર કબજે કરી લીધો ત્યારે ભારત પાસે પાકિસ્તાનને એ જ ભાષામાં જવાબ આપીને જમ્મુ અને કાશ્મીર વિવાદનો કાયમ માટે નિવેડો લાવી દેવાની તક હતી પણ અટલ બિહારી વાજપેયીએ એ તક રોળી નાખી હતી. બાકી અત્યારે આખું જમ્મુ અને કાશ્મીર ભારતનું હોત અને પાકિસ્તાનની તેની તરફ આંખ ઉઠાવીને જોવાની હિંમત પણ ના ચાલતી હોત. આપણા જવાનો ને નાગરિકો પણ ના મરતા હોત. 25 વર્ષમાં તો આખા જમ્મુ અને કાશ્મીરમાં વિકાસની એવી લહેર ફરી વળી હોત કે, કાશ્મીરની શિકલ જ બદલાઈ ગઈ હોત પણ એ ના થઈ શક્યું.

Advertisement

કારગિલ યુદ્ધ ભારતની ત્રણ મોટી નિષ્ફળતાની યાદ અપાવે છે. પહેલી નિષ્ફળતા પાકિસ્તાનની માનસિકતાને સમજવામાં આપણા શાસકો નિષ્ફળ ગયા. બીજી નિષ્ફળતા પાકિસ્તાનની તૈયારીઓ વિશે આપણને ગંધ સુધ્ધાં ના આવી એ આપણા ઈન્ટેલિજન્સ નેટવર્કની નિષ્ફળતા હતી ને ત્રીજી નિષ્ફળતા તક મળી ત્યારે રાજકીય ઈચ્છાશક્તિનો પરિચય આપીને કાશ્મીર વિવાદનો કાયમ માટે ઉકેલ લાવવાની હિંમત બતાવવાની નિષ્ફળતા હતી.

પાકિસ્તાન આઝાદી વખતથી સતત ભારતને પરેશાન કરે છે અને ભારતમાં આતંકવાદ ફેલાવીને બરબાદ કરવા માગે છે. પાકિસ્તાનની માનસિકતા હળાહળ ભારત વિરોધી છે પણ અટલ બિહારી વાજપેયી આ માનસિકતાને સમજવમાં ધરાર નિષ્ફળ ગયા હતા. વાજપેયીને કાશ્મીર વિવાદનો શાંતિપૂર્ણ ઉકેલ લાવીને શાંતિ માટેનું નોબલ પ્રાઈઝ જીતવાના અભરખા હતા એવું કહેવાય છે. આ અભરખો પૂરો કરવા એ પાકિસ્તાન સાથે દોસ્તી કરવાનાં સપનાં જોતાં હતાં ને બીજી તરફ પાકિસ્તાને પોતાની જાત બતાવીને ભારત પર હુમલો કરી દીધેલો.

Advertisement
Tags :
Advertisement
Advertisement