For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોંઘવારીની માયાજાળ: એક ટામેટાના રૂા.75, કિલો આદુના રૂા.750 અને લસણના રૂા.400

05:39 PM Oct 29, 2025 IST | admin
મોંઘવારીની માયાજાળ  એક ટામેટાના રૂા 75  કિલો આદુના રૂા 750 અને લસણના રૂા 400

ભારતને પરમાણું બોમ્બની ધમકી આપનાર પાકિસ્તાનમાં મોંઘવારી બોમ્બ ફુટયો

Advertisement

થોડા સમય પહેલાં જે પાકિસ્તાની મંત્રીઓ ભારતને પરમાણુ બોમ્બની ધમકીઓ આપતા હતા, આજે ત્યાં એક ટામેટાની કિંમત ₹75 થતાં દેશની આંખોમાં આંસુ આવી ગયા છે અને સંસદમાં નેતાઓ વિલાપ કરી રહ્યા છે.
અગાઉ, મંત્રી શેખ રશીદે ધમકી આપી હતી કે પાઉ-પાઉ ભરના બોમ્બ કોના માટે રાખ્યા છે, પરંતુ ઓપરેશન સિંદૂર બાદ ભારતે પાકિસ્તાની હથિયારો પર ભારે તબાહી મચાવતા પાકિસ્તાની સેના ઘૂંટણિયે પડી ગઈ હતી અને હવે દેશ મોંઘવારીના મારથી પીડાઈ રહ્યો છે. ટામેટાંની કિંમતમાં એક જ મહિનામાં 400%નો ઉછાળો આવ્યો છે, જેના કારણે ભાવ ₹600 પ્રતિ કિલો થઈ ગયો છે અને એક ટામેટું ₹75માં મળે છે. આટલા મોટા ઉછાળાને કારણે પાકિસ્તાનના લોકોમાં ભારે ગુસ્સો છે અને રસ્તાઓથી લઈને સંસદ સુધી હોબાળો ચાલી રહ્યો છે.

પાકિસ્તાની સંસદમાં થયેલા હોબાળા વચ્ચે કેટલાક સાંસદોએ ટામેટાં ખરીદવા માટે લોનની માંગણી કરી છે. કેટલાક સાંસદોએ પાકિસ્તાનના તે દિવસોને યાદ કર્યા, જ્યારે સસ્તી કિંમતે ટામેટાં મળતા હતા. ટામેટાંની કિંમતને લઈને એક પાકિસ્તાની સાંસદનો વીડિયો પણ ખૂબ વાઈરલ થઈ રહ્યો છે.

Advertisement

વીડિયોમાં સાંસદ કહી રહ્યા છે કે, પઆ ટામેટું અહીં લાવવું ખૂબ મુશ્કેલ હતું. અમારા સહયોગી ફારુખનો આનો ઇન્તજામ કરવા બદલ આભાર. આ ટામેટાની કિંમત ₹75 છે. સમગ્ર પાકિસ્તાનમાં શાકભાજીના ભાવ રેકોર્ડ લેવલ પર છે. લસણ ₹400 કિલો, આદુ ₹750 કિલો, વટાણા ₹500 કિલો અને ડુંગળી ₹120 કિલો છે. અહીં સુધી કે લીલી ધાણા પણ હવે ₹50 પ્રતિ નાનું ઝૂડી વેચાઈ રહી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement