For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ફાન્સ ફરી સળગ્યું, લાખો લોકો રસ્તા પર ઉતર્યા, એફિલ ટાવરને તાળા લાગ્યા

11:10 AM Oct 03, 2025 IST | Bhumika
ફાન્સ ફરી સળગ્યું  લાખો લોકો રસ્તા પર ઉતર્યા  એફિલ ટાવરને તાળા લાગ્યા

સરકાર વિરોધી સૂત્રોચ્ચાર, બેનરો સાથે વિશાળ કૂચ

Advertisement

ફ્રાન્સમા આર્થિક સંકટ અને કઠોર નીતિઓ સામે પ્રચંડ દેખાવ થઈ રહ્યો છે. દેશભરના 200થી વધુ શહેરો અને નગરોમાં હજારો કામદારો, નિવૃત્ત લોકો , વિદ્યાર્થીઓ અને નાગરિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. પેરિસમાં પ્લેસ ડીથઇટાલીથી શરૂૂ થયેલી આ કૂચથી આખા શહેરને હચમચી ગયું. હડતાળને કારણે દેશના પ્રતિષ્ઠિત પર્યટન સ્થળ, એફિલ ટાવર બંધ રહ્યો હતો. ફ્રેન્ચ ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશભરમાં અંદાજે બે લાખ જેટલા દેખાવકારો રસ્તા પર ઉતરી આવ્યા હતા.

પેરિસના પ્લેસ ડીથઇટાલીથી બપોરે 2 વાગ્યે શરૂૂ થયેલી રેલી પ્લેસ વોબન પહોંચી. દેખાવકારોએ ફ્લેયર્સ પ્રગટાવી, બેનરો લહેરાવ્યા અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા. એફિલ ટાવરનું સંચાલન કરતી કંપની, સોસાયટી ડીથએક્સપ્લોઇટેશન ડે લા ટૂર એફિલ (SET ) ના વડા જીન-ફ્રાન્કોઇસ માર્ટિન્સે જણાવ્યું હતું કે મોટાભાગના કામદારો હડતાળ પર હતા, તેથી રાષ્ટ્રીય હડતાળ આંદોલનને કારણે એફિલ ટાવરને તાળા મારી દેવાયા હતા.

Advertisement

ઓનલાઈન ટિકિટ ખરીદનારા પ્રવાસીઓને રિફંડની ખાતરી આપવામા આવી છે. તાજેતરના દિવસોમાં આ બીજી વખત છે જ્યારે એફિલ ટાવર વિરોધ પ્રદર્શનોને કારણે બંધ કરવામાં આવ્યો છે, પહેલો વખત 18મી સપ્ટેમ્બરના રોજ બ્લોક એવરીથિંગ ઝુંબેશ દરમિયાન બંધ કરાયો હતો. કોઈપણ હિંસા અટકાવવા માટે પોલીસે 76,000 કાયદા અમલીકરણ અધિકારીઓને તહેનાત કર્યા છે. અગાઉના દેખાવકારોએ આગચંપી અને ટીયર ગેસનો ઉપયોગ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, 18મી સપ્ટેમ્બરના રોજ પાંચ લાખથી વધુ લોકો રસ્તા પર ઉતર્યા હતા, ત્યારે એક વિશાળ કૂચ પછી આ દેખાવ ફરી શરૂૂ થયા છે. ફ્રાન્સમાં રાજકીય અસ્થિરતા ચરમસીમાએ છે પ્રમુખ ઇમેનુએલ મેક્રોનના નેતૃત્વ હેઠળની સરકાર પાસે સંપૂર્ણ બહુમતીનો અભાવ છે. દેખાવકારોએ LVMHના CEO બર્નાર્ડ આર્નોલ્ટ જેવા અબજોપતિઓ સામે પોસ્ટરો પ્રદર્શિત કર્યા, જેમના પર ટેક્સ હેવનનો ઉપયોગ કરવાનો આરોપ છે. વિરોધ પક્ષો અને પાયાના સંગઠનો પણ આંદોલનમાં જોડાયા છે. સંસદ વર્ષના અંત સુધીમાં બજેટ બિલ પર ચર્ચા કરશે, જ્યાં યુનિયનો વધુ દબાણ લાવવાની યોજના ધરાવે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement