2016માં પાકિસ્તાને અપહરણ કરેલા પોરબંદરના ભારતીય માછીમાર પાકિસ્તાનની જેલમાં પહોંચ્યો જ નથી!
પોરબંદરની બોટમાં ટંડેલ કામ કરતો એક માછીમારની બોટ સહિત 13 બોટનું 2016ની સાલમાં ભારતીય જળસીમાં નજીકથી પાકિસ્તાન દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું.આ તમામ બોટમાં રહેલ ખલાસીને જેલમાં ધકેલવામાં આવ્યા હતા પરંતુ એક ટંડેલ હજુ સુધી પાકિસ્તાનની જેલમાં પહોંચ્યો નથી જેથી પરિવારમાં પણ ચિંતા વ્યાપી ગઈ છે.પરિવારના સભ્યો દ્વારા વર્ષોથી પોરબંદર ખાતે બોટ માલિક અને અર્જુનભાઇ મોઢવાડિયાને પણ પત્ર લખી પાકિસ્તાનમાં ગુમ માછીમારની ભાળ મેળવવા માંગ કરી રહ્યા છે.
પાકિસ્તાન મરીન દ્વારા 28-12-2016ના ભારતીય જળસીમા નજીક માછીમારી કરી રહેલ 13 બોટો અને 65 ભારતીય માછીમારોના અપહરણ કરવામાં આવ્યા હતા.આ બોટ અને અપહરણ કરેલ માછીમારોને પાકિસ્તાનની જેલમાં મોકલવામાં આવ્યા હતા.આ બોટ અપહરણમાં પોરબંદરની સરસ્વતી બોટ જેના નંબર જીજે-25-એમએમ-119 જીવનભાઈ બાબુભાઈ પવનીયાના નામે રજીસ્ટ્રેશન ધરાવે છે જેના માલિક માવજીભાઈ છે તેમજ બોટનુ તમામ કામકાજ દિપકભાઈ સંભાળે છે. તે બોટમાં ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વેલણ ગામના હરેશ ભીખા સોલંકી નામનો યુવાન ટંડેલ તરીખે કામ કરતો હતો આ બોટનું પણ અપહરણ થયું હતું અને ટંડેલ સહિતના તમામ માછીમારોને પાકિસ્તાન લઈ જવામાં આવ્યા હતા પરંતુ આ ટંડેલ હરેશ ભીખા સોલંકી પાકિસ્તાનની જેલમાં હજુ સુધી પહોંચ્યો નથી જેથી તેમના માતા દ્વારા અગાઉ અર્જુનભાઇ મોઢવાડિયા તેમજ બોટ માલિકને પણ આ બાબતે રજુઆત કરી અને પાકિસ્તાનમાં ગુમ માછીમારની ભાડ મેળવવા માંગ કરી હતી.