ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

આતંકવાદનું જન્મદાતા પીડિત હોવાનો ડોળ કરી રહ્યું છે

11:21 AM May 22, 2025 IST | Bhumika
Advertisement

વિશ્ર્વ આરોગ્ય સંસ્થાની બેઠકમાં ભારતીય પ્રતિનિધિએ પાક.ની હવા કાઢી નાખી

Advertisement

ભારતે ફરી એકવાર પાકિસ્તાનની ચાલાકીનો પર્દાફાશ કર્યો છે અને વિશ્વ આરોગ્ય સંગઠનના મંચ પરથી ભારતે પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો છે અને તેને કડક ઠપકો આપ્યો છે. ભારતે આતંકવાદના મુદ્દા પરWHO માં પાકિસ્તાનનો પર્દાફાશ કર્યો અને કહ્યું કે જેણે આતંકવાદને જન્મ આપ્યો તે આજે પીડિત હોવાનો ડોળ કરી રહ્યો છે. ભારતીય રાજદ્વારી અનુપમા સિંહે વિશ્વ આરોગ્ય સંગઠનની બેઠકમાં પાકિસ્તાન પર જોરદાર નિશાન સાધ્યું અને કહ્યું કે પાકિસ્તાન હજુ પણ જેહાદી આતંકવાદનું કેન્દ્ર છે.

અનુપમાસિંહે કહ્યું કે આતંકવાદી હુમલાઓના પ્રાયોજકો અને આયોજકો સીધા પાકિસ્તાની ધરતીથી કામ કરે છે. તેમણે પાકિસ્તાનને જૂઠું બોલવા અને પીડિત કાર્ડ રમવા માટેWHO જેવા વૈશ્વિક પ્લેટફોર્મનો ઉપયોગ કરવા બદલ ટીકા કરી. ભારતીય પ્રતિનિધિએ એ પણ સ્પષ્ટ કર્યું કે પાકિસ્તાન સિંધુ જળ સંધિ અંગે વારંવાર ખોટો પ્રચાર ફેલાવી રહ્યું છે. પાકિસ્તાન સિંધુ જળ સંધિ વિશે જુઠ્ઠાણા ફેલાવે છે, જ્યારે ભારત સંધિનું સંપૂર્ણપણે પાલન કરી રહ્યું છે.

ઉલેખનીય છે કે ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા આતંકવાદ સામે નવી રેખા દોરી છે અને મોદી સરકારે પાકિસ્તાનનો ઢાંકપો ઉજાગર કરવાની યોજના પણ તૈયાર કરી છે, જેથી પાકિસ્તાનનો આતંકવાદી ચહેરો દુનિયા સમક્ષ ઉજાગર થાય. સરકારે નિર્ણય લીધો છે કે તે દુનિયાને પાકિસ્તાનના આતંકવાદ અને ઓપરેશન સિંદૂર વિશે પણ જણાવશે. આ માટે, ભારતના તમામ પક્ષોના 51 નેતાઓ અને 85 રાજદૂતો, 7 પ્રતિનિધિમંડળોને 32 અલગ-અલગ દેશોમાં મોકલવામાં આવી રહ્યા છે. જ્યાં આ પ્રતિનિધિમંડળ જણાવશે કે પાકિસ્તાન આતંકવાદને કેવી રીતે પોષે છે.

અને ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનના આ આતંકવાદ પર કેવી રીતે હુમલો કર્યો હતો.
પાકિસ્તાનમાં વધી રહેલા આતંકવાદના સત્યને વિશ્વ સમક્ષ ઉજાગર કરવાની જવાબદારી જે પ્રતિનિધિમંડળને સોંપવામાં આવી છે, તેમાં ફક્ત ભાજપ જ નહીં પરંતુ દેશના તમામ પક્ષોના નેતાઓનો સમાવેશ થાય છે અને આ 7 પ્રતિનિધિમંડળોમાંથી 2 21 મે, બુધવારના રોજ વિદેશ જવા રવાના થઈ રહ્યા છે. ઉંઉઞ ના કાર્યકારી પ્રમુખ સંજય ઝાના નેતૃત્વમાં પહેલું પ્રતિનિધિમંડળ જાપાન જશે.

 

Tags :
indiaindia newsindia paksitanpaksitanpaksitan news
Advertisement
Next Article
Advertisement