For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હેવાનિયતની હદ, બે વર્ષની પુત્રીને મારી, ટુકડા કરી માતા ખાઈ ગઈ

06:51 PM Aug 07, 2024 IST | Bhumika
હેવાનિયતની હદ  બે વર્ષની પુત્રીને મારી  ટુકડા કરી માતા ખાઈ ગઈ
Advertisement

આપણે માતાના પ્રેમ વિશે ઘણું સાંભળ્યું હશે, પરંતુ આજે એક એવી ઘટના સામે આવી છે, જે ભલ ભલા માણસને હચમચાવી મુકે તેવી છે. આ ઘટનામાં માતાની ક્રૂરતાની તમામ દહ વટાવી દીધી છે. વાસ્તવમાં, એક માતાએ તેની 2 વર્ષની પુત્રીને ચાકુના ઘા મારીને હત્યા કરી દીધી હતી અને તે પછી પણ જ્યારે તેણીને સંતોષ ન થયો અને તેણીએ તેના શરીરના કટકા કરી નાખ્યા અને તે ખાઈ ગઈ.

આત્માને હચમચાવી દે તેવી ઘટના આફ્રિકન દેશ કેન્યાથી લગભગ 20 માઈલ દક્ષિણમાં આવેલા કિટેંગેલા નામના નાના શહેરમાં બની હતી. આ ઘટના ગયા વર્ષે બની હતી, પરંતુ મોરબીડફૂલ નામના યુઝરે તેને ઓગસ્ટ 2024 માં સોશિયલ મીડિયા પર શેર કરી હતી. હવે આ મામલો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ કલયુગી માતાની હરકતો સામે લોકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.

Advertisement

મળતી માહિતી મુજબ, 24 વર્ષીય ઓલિવિયા કેસેરાને તેની બે વર્ષની પુત્રીને છરીના ઘા મારીને હત્યા કરી દીધી હતી અને પછી બાળકીના શરીરમાંથી હૃદય કાઢીને તેને ખાઈ લીધું હતું. આ ઘટનાની જાણ પડોશીઓને થતાં જ તેઓએ તાત્કાલિક પોલીસને બોલાવી અને પોલીસે ઘટનાસ્થળેથી મહિલાની ધરપકડ કરી. ધરપકડ બાદ મહિલાને જેલમાં મોકલી દેવામાં આવી હતી. જો કે આ ઘટના પાછળ મહિલાની માનસિક સ્થિતિ પણ ખરાબ હોવાનું કહેવાય છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement