ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ઉગ્રવાદી નહીં, આતંકવાદી: મથાળા મામલે ન્યૂયોર્ક ટાઇમ્સને ટપારતું અમેરિકા

05:09 PM Apr 25, 2025 IST | Bhumika
Advertisement

અમેરિકન અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સ (NYT) જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને વિવાદમાં ફસાઈ ગયું છે. તેના એક અહેવાલમાં અખબારે હુમલા માટે જવાબદાર આતંકવાદીઓને આતંકવાદી તરીકે ઓળખાવ્યા હતા, જે બાદ અમેરિકી સંસદ સમિતિએ તેની આકરી ટીકા કરી હતી. સમિતિએ એનવાયટી પર બંદૂકધારી અથવા ઉગ્રવાદીઓ જેવા શબ્દો પાછળ આતંકવાદીઓની ઓળખ છુપાવવાનો આરોપ મૂક્યો હતો. દક્ષિણ કાશ્મીરના પહલગામમાં થયેલા હુમલામાં 26 લોકો માર્યા ગયા, જેમાં મોટા ભાગના પ્રવાસીઓ હતા.

Advertisement

આ હુમલાને લઈને ન્યૂયોર્ક ટાઈમ્સે તેના હેડલાઈનમાં લખ્યું છે કે, કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા ઓછામાં ઓછા 24 પ્રવાસીઓની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. અખબારે વધુમાં અહેવાલ આપ્યો છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ગોળીબારને આતંકવાદી હુમલો ગણાવ્યો હતો અને ગુનેગારોને ન્યાય અપાવવાની પ્રતિજ્ઞા લીધી હતી.

યુએસ કોંગ્રેસના નીચલા ગૃહ (સંસદ)ની ફોરેન અફેર્સ કમિટીએ આ અંગે સખત વાંધો વ્યક્ત કર્યો હતો. હે ન્યૂ યોર્ક ટાઈમ્સ, અમે તમારા માટે તેને સુધારી દીધું છે. આ સ્પષ્ટપણે એક આતંકવાદી હુમલો હતો. ભારત હોય કે ઈઝરાયેલ, આતંકવાદની વાત આવે ત્યારે ન્યૂ યોર્ક ટાઈમ્સ વાસ્તવિકતાથી દૂર છે, પોસ્ટમાં, વિદેશી બાબતોની સમિતિએ એક છબી શેર કરી હતી જેમાં શીર્ષકમાં ઉગ્રવાદીઓ શબ્દને કેપિટલ અક્ષરમાં ક્રોસ આઉટ કરવામાં આવ્યો હતો અને લાલ અક્ષરમાં એરરિસ્ટ શબ્દ લખવામાં આવ્યો હતો.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર તેની પરિભાષા માટે ગઢઝની પણ ટીકા કરવામાં આવી હતી.

ઘણા વપરાશકર્તાઓએ તેને ડાબેરી પ્રચાર ગણાવ્યો હતો અને કહ્યું હતું કે અખબાર આતંકવાદીઓને યોગ્ય નામ આપવાનું ટાળી રહ્યું છે. આ ઘટનાએ ફરી એકવાર ન્યૂયોર્ક ટાઈમ્સના ભારત સંબંધિત રિપોર્ટિંગ પર સવાલો ઉભા કર્યા છે. અગાઉ પણ અખબાર પર ભારત વિરોધી વલણ અપનાવવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

ગુનેગારોને પાઠ ભણાવો: અમેરિકાએ એકતા દર્શાવી
અમેરિકાએ ભારતમાં થયેલા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી છે અને કહ્યું છે કે આ દુ:ખદ ઘડીમાં અમેરિકા ભારતની સાથે ઉભું છે. અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ટેમી બ્રુસે કહ્યું, પ્રમુખ ટ્રમ્પ અને વિદેશમંત્રી રુબિયોએ પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું હતું કે અમેરિકા ભારતની સાથે ઉભું છે અને આતંકવાદના દરેક કૃત્યની કડક નિંદા કરે છે. તેમણે કહ્યું, પઆ હુમલામાં જીવ ગુમાવનારાઓ માટે અમે પ્રાર્થના કરીએ છીએ, ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ અને ઈચ્છીએ છીએ કે આ જઘન્ય હુમલાના ગુનેગારોને ન્યાયના કઠઘરામાં લાવવામાં આવે.

Tags :
AmericaAmerica newsNew York TimesworldWorld News
Advertisement
Next Article
Advertisement