રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ભીંડરાવાલેના ભત્રીજા આતંકવાદી લખબીર સિંહ રોડેનું પાકિસ્તાનમાં મોત, 1985માં એર ઈન્ડિયા બોમ્બ વિસ્ફોટનો હતો આરોપ

10:27 AM Dec 05, 2023 IST | Sejal barot
Advertisement

પાકિસ્તાનમાં છુપાયેલા પ્રતિબંધિત ખાલિસ્તાન લિબરેશન ફોર્સના ચીફ લખબીર સિંહ રોડેના મોતના સમાચાર સામે આવ્યા છે. 72 વર્ષના રોડે ભારત વિરોધી અભિયાનમાં સામેલ હતા અને કેટલાક આરોપોથી ઘેરાયેલા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લખબીરનું મોત હાર્ટ એટેકથી થયું હોવાનું કહેવાય છે.

Advertisement

ભિંડરાનવાલેનો ભત્રીજો હતો UAPA

રોડે ઇન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશન (ISYF)ના વડા અને ખાલિસ્તાની આતંકવાદી જરનૈલ સિંહ ભિંડરાનવાલેના ભત્રીજા હતા. લખબીર સિંહને UAPA એક્ટ હેઠળ 'આતંકવાદી' જાહેર કરવામાં આવ્યો હતો, જેના કારણે તે પાકિસ્તાન ભાગી ગયો હતો.

એર ઈન્ડિયા જેટ બોમ્બ વિસ્ફોટનું કાવતરું ઘડનાર હતો

ખાલિસ્તાન આતંકવાદી લખબીર સિંહ રોડે 1985માં એર ઈન્ડિયાના જેટમાં બોમ્બ વિસ્ફોટ કરવાનો પણ આરોપ છે. તેના પર જેટ બોમ્બનું કાવતરું ઘડવાનો આરોપ છે.

તાજેતરમાં મોહાલીમાં NIAએ કરી હતી કાર્યવાહી

તાજેતરમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ પણ મોહાલીમાં રોડે સામે મોટી કાર્યવાહી કરી હતી. વિશેષ અદાલતે પંજાબના મોગા જિલ્લામાં નિયુક્ત આતંકવાદી લખબીરની જમીન જપ્ત કરવાનો આદેશ આપ્યો, જેના પર NIAએ કાર્યવાહી કરી. આ જમીન મોગા જિલ્લાના બાઘાપુરાણા તાલુકામાં સ્મલસર પાસે કોઠે ગુરુપુરા ગામમાં છે.

 

 

 

Tags :
diesLakhbir Singh Rodenephewof Bhindrawaleterrorist
Advertisement
Next Article
Advertisement