અમેરિકામાં આતંકી હુમલા દર્શાવે છે કે, વિશ્ર્વમાં આવું જોખમ યથાવત છે
જર્મનીમાં નાતાલ પર સાઉદી અરેબિયાના એક મુસ્લિમે ક્રિસ્ટમસ માર્કેટમાં ટ્રક ઘુસાડીને કરેલા હુમલામાં 5 લોકોનાં મોત થયાં એ ઘટનાના પડઘા શમ્યા નથી ત્યાં અમેરિકાના ન્યૂ ઓર્લિયન્સમાં થયેલા હુમલાએ સૌને ચોંકાવી દીધા છે કેમ કે અમેરિકામાં હુમલો કરનાર પણ કટ્ટરવાદી મુસલમાન છે. ન્યૂ ઓર્લિયન્સ સ્ટેટના ન્યૂ ઓર્લિયન્સ શહેરના પ્રખ્યાત બોર્બન સ્ટ્રીટ વિસ્તારમાં થર્ટી ફસ્ટની રાત્રે સેંકડો લોકો નવા વર્ષને આવકારીને ન્યૂ યરનું સેલિબ્રેશન કરી રહ્યા હતા ત્યારે એક ટ્રક ભીડમાં ઘૂસી ગઈ અને સંખ્યાબંધ લોકોને કચડી નાખ્યા.
પોલીસે પહેલાં તો કોઈ પાગલે આ કૃત્ય કર્યું હશે એમ માનેલું અને એ દિશામાં તપાસ શરૂૂ કરી હતી. પછી આતંકી હુમલો છે તે દિશામાં તપાસ શરૂૂ કરી. આ તપાસમાં જે વિગતો બહાર આવી છે તેણે પોલીસને ચોંકાવી દીધી છે અને અમેરિકનોનો ફફડાટ વધારી દીધો છે કેમ કે હુમલાખોરની ઓળખ 42 વર્ષીય શમસુદ્દીન જબ્બાર તરીકે થઈ છે અને આ શમશુદ્દીન જબ્બાર કુખ્યાત આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલો છે.
જબ્બારને ઇસ્લામિક સ્ટેટ તરફથી મદદ મળતી હશે એ કહેવાની જરૂૂર નથી. તેનો મતલબ એ થાય કે, અમેરિકામાં ઇસ્લામિક સ્ટેટની એન્ટ્રી થઈ ચૂકી છે અને તેનું નેટવર્ક વ્યાપક બની રહ્યું છે. આત્મઘાતી હુમલાખોરથી માંડીને હથિયારો- હુમલાખોર સુધીનું બધું જ ઈસ્લામિક સ્ટેટ પાસે હોય તેને મતલબ એ થાય કે, ભવિષ્યમાં અમેરિકામાં ન્યુ ઓર્લિયન્સ જેવા વધારે હુમલા થઈ શકે છે.
અમેરિકાએ નાઈન ઈલેવનના હુમલા પછી કડક હાથે કામ લઈને અલ કાયદા સહિતનાં સંગઠનોને નેસ્તનાબૂદ કરી નાખ્યાં : હતાં. માનવાધિકારવાદીઓ અને મુસ્લિમ રાષ્ટ્રોની ઐસીતૈસી કરીને અમેરિકાએ આતંકવાદીઓને પાંસરા કરી નાખેલા, પણ આ હુમલો એ વાતનો પુરાવો છે કે, અમેરિકામાં આતંકવાદીઓ ફરીથી માથાં ઊંચકી રહ્યાં છે. ડોનાલ્ડ ટ્રમ્પ આ મહિને જ અમેરિકાના પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળવાના છે ત્યારે તેમની સામે આ મુસ્લિમ આતંકવાદીઓને ખતમ કરવાનો નવો પડકાર પણ મોં ફાડીને ઊભો રહી ગયો છે.