રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સપ્તાહમાં બીજી વખત પાક.ના નૌકા મથક પર આતંકી હુમલો

11:30 AM Mar 26, 2024 IST | Bhumika
Advertisement

આતંકવાદીઓએ ગઇકાલે રાત્રે પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં તુર્બત ઇન્ટરનેશનલ એરપોર્ટ અને નેવલ એર બેઝ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાની સુરક્ષા દળોએ નેવલ એરબેઝ પરના હુમલાને નિષ્ફળ બનાવ્યો અને ચાર આતંકવાદીઓને ઠાર કર્યા હતા. હુમલામાં સિદ્દીક એરબેઝને કોઈ નુકસાન થયું નથી. અધિકારીઓએ જણાવ્યું હતું કે જ્યારે આતંકવાદીઓએ બલૂચિસ્તાનના તુર્બત જિલ્લામાં નેવલ એરબેઝમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો ત્યારે તરત જ તેમની ઓળખ કરી લેવામાં આવી હતી અને તેમને ઠાર મારવામાં આવ્યા હતા. જો કે આ ઘટના અંગે પાકિસ્તાની સેનાએ હજુ સુધી કોઈ ટિપ્પણી કરી નથી.

Advertisement

એક રિપોર્ટ અનુસાર, ગઇકાલે રાત્રે આતંકવાદીઓએ તુર્બત ઇન્ટરનેશનલ એરપોર્ટ અને પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર સ્ટેશન ઙગજ સિદ્દીક પર હુમલો કર્યો હતો. બંન્ને સ્થળો પર ભારે ગોળીબાર અને વિસ્ફોટના અહેવાલ છે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ ધ બલૂચિસ્તાન પોસ્ટને ટાંકીને કહ્યું કે તુર્બતમાં પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર સ્ટેશન પીએનએસ સિદ્દીક પર આતંકી હુમલો થયો છે. આ વિસ્તારમાં અનેક વિસ્ફોટના પણ અહેવાલ છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર પ્રતિબંધિત બલૂચિસ્તાન લિબરેશન આર્મીના માજિદ બ્રિગેડે તુર્બતમાં નેવલ એરબેઝ પર થયેલા હુમલાની જવાબદારી લીધી છે. આ પહેલા 20 માર્ચે બીએલએની માજિદ બ્રિગેડે બલૂચિસ્તાનમાં સ્થિત ગ્વાદર પોર્ટ ઓથોરિટી કોમ્પ્લેક્સમાં આતંકી હુમલો કર્યો હતો, જેમાં બે પાકિસ્તાની સૈનિકો અને 8 આતંકવાદીઓ માર્યા ગયા હતા.

Tags :
pakistanpakistan newsterrorist attackworldWorld News
Advertisement
Next Article
Advertisement