For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જાપાનમાં ભયાનક વાવાઝોડુ ‘શાનશાન’ ત્રાટકયું, 3નાં મોત

04:42 PM Aug 29, 2024 IST | admin
જાપાનમાં ભયાનક વાવાઝોડુ ‘શાનશાન’ ત્રાટકયું  3નાં મોત

10 લાખ લોકો પ્રભાવિત, 40 ધવાયા, અઢી લાખ ઘરોમાં અંધારપટ, રેલ, ફલાઇટ, પોસ્ટ સેવાઓ બંધ

Advertisement

જાપાનમાં શાનશાન વાવાઝોડાએ વિનાશ વેર્યો છે. જાપાનમાં 252 કિમીની ઝડપે પશાનશાનથ વાવાઝોડાથી કેટલાક ભાગોમાં ભારે વરસાદ થયો છે, જેનાથી ત્રણ વ્યક્તિનાં મોત થયું છે અને 40થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ વાવાઝોડાથી અનેક વિસ્તારોમાં ભારે નુકસાન થયું હતું હતું. અંદાજે અઢી લાખથી વધુ ઘરોની વીજ કાપી કાઢવામાં આવી હતી આ સાથે કેટલાય થાંભલા અને વૃક્ષો ધરાશાયી થયા છે.

જાપાનના હવામાન વિભાગના અધિકારીઓએ દેશના દક્ષિણી ભાગમાં ચેતવણી જારી કરી છે, જ્યાં સૌથી વધુ નુકસાન થવાની ભીતિ છે. મૌસમ વિજ્ઞાાન એજન્સી કાગોશિમા પ્રિફેકચરમાં ભારે પવનના લીધે દરિયાનાં મોજાં ઊઠવાની એવી ચેતવણી બહાર પાડવામાં આવી છે. કાગોશિમી અને પ્રીફેકચર મિયાજાકિમાં ભારે વરસાદથી પૂરનો ખતરો વધશે.

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર જાપાનના પશ્ચિમી અને પૂર્વી ભાગોમાં સ્થાનીય સ્તરે ભારે વરસાદ થઈ રહ્યો છે પરંતુ તે વિસ્તારો હજુ તોફાનના ઘેરાવાથી દૂર છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ટાયફૂન યાકુશિમા ટાપુથી 70 કિમી દૂર હતું. હવામાન અધિકારીઓએ નદીઓમાં પૂર અને ભૂસ્ખલનથી લોકોને બચવાની ચતવણી આપી છે.શાનશાન વાવાઝોડુંઆજે કયુશૂ ક્ષેત્રમાં પ્રવેશ કર્યા પછી વધુ શકિતશાળી બની જાય તેવી શકયતા છે. 24 કલાક દરમિયાન દક્ષિણ કયુશુમાં 600 મિમી, ઉત્તરી કયુશુ અને શિકોકુમાં 300 મિમી, આમામિ અને તોકાડ ક્ષેત્રમાં 250 મિમી તથા કાંસાઇમાં 150 મિમી સુધી વરસાદ થવાની શકયતા છે. વાવાઝોડાની તીવ્રતાનું પ્રમાણ જોતાં સરકારી આદેશ અનુસાર 219 સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ઉડાનો રદ કરવામાં આવી છે.

કારઉત્પાદક કંપનીએ પણ પોતાનાં કારખાનાં બંધ રાખવાનો નિર્ણય લીધો છે. સરકાર કાગોશિમા અને મિયાજાકી પ્રાંતોમાંથી આઠ લાખ લોકોને સલામત સ્થળે ખસેડી રહી છે એટલું જ નહીં, રાજધાની ટોકયો સુધી રેલ, બુલેટ ટ્રેન અને પોસ્ટ સેવાઓ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

શાનશાન આગામી થોડા દિવસોમાં ક્યુશુના કિનારે ટકરાઈ શકે છે. એવો અંદાજ છે કે તે આ સપ્તાહના અંત સુધીમાં ટોક્યો સહિત પૂર્વ અને મધ્ય વિસ્તારોમાં પહોંચી શકે છે. જે બાદ કાગોશિમા અને સેન્ટ્રલ હોન્શુ ટાપુમાંથી 8 લાખ લોકોને સ્થળાંતર કરવાના આદેશ આપવામાં આવ્યા છે. ટોયોટાએ તેની 14 ફેક્ટરીઓ બંધ કરી દીધી છે. જાપાન એરલાઈન્સે 172 ડોમેસ્ટિક ફ્લાઈટ્સ ગ્રાઉન્ડ કરશે. ચાર ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પણ રદ્દ કરવામાં આવી છે. જેના કારણે 25 હજાર મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. 219 ડોમેસ્ટિક ફ્લાઈટ્સ બંધ રહેશે. કુમામોટો અને કાગોશિમા ચુઓ વચ્ચેની બુલેટ ટ્રેન સેવાઓ પણ રદ કરવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement