બ્રાઝિલમાં ભયાનક પ્લેન દુર્ઘટના!! 62 લોકોને લઈ જતું વિમાન ક્રેશ થયું, તમામ મુસાફરોના મોત, જુઓ વિડીયો
બ્રાઝિલમાં એક દુર્ઘટના બની છે. બ્રાઝિલના સાઓ શહેરમાં 62 લોકોને લઈને જઈ રહેલું વિમાન ક્રેશ થઈ ગયું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ 62 લોકોના મોતના અહેવાલ છે. ક્રેશ સાઇટની નજીકના સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે શુક્રવારે બ્રાઝિલના સાઓ પાઉલો નજીક 62 લોકોને લઈ જતું પ્રાદેશિક ટર્બોપ્રોપ પ્લેન ક્રેશ થઈ ગયું, જેમાં સવાર તમામ લોકોના મોત થઈ ગયા. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં પ્લેન ઝડપથી નીચે તરફ જતું જોવા મળી રહ્યું છે. VOEPASSએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ફ્લાઇટ 2283માં સવાર તમામ 62 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, બ્રાઝિલની પ્રાદેશિક એરલાઇન VOEPASS નું વિમાન 2283-PS-VPB ક્રેશ થયું છે. વિમાને કાસ્કેવેલથી ગુઆરુલહોસ એરપોર્ટ માટે ઉડાન ભરી હતી, જેમાં 62 લોકો હતા. અકસ્માત પાછળનું કારણ શું છે તે હજુ સુધી જાણી શકાયું નથી.
એરલાઇન કંપનીએ શું કહ્યું?
એરલાઈન કંપની વોપાસે એક નિવેદનમાં પુષ્ટિ કરી છે કે સાઓ પાઉલો ઈન્ટરનેશનલ એરપોર્ટ ગુઆરુલહોસ જઈ રહેલું પ્લેન ક્રેશ થયું છે. નિવેદનમાં અકસ્માતનું કારણ જણાવ્યું નથી. વિમાન વિન્હેદો શહેરમાં પડ્યું છે. અસરગ્રસ્તોની મદદ માટે ટીમો મોકલવામાં આવી છે અને રાહત કાર્ય ચાલી રહ્યું છે.
બ્રાઝિલના ટેલિવિઝન નેટવર્ક ગ્લોબ ન્યૂઝે જણાવ્યું હતું કે પ્લેનમાંથી ભારે ધુમાડો અને આગ નીકળી રહી હતી. પ્લેન રહેણાંક વિસ્તારમાં પડ્યું છે. આ ફૂટેજમાં એક વિમાન ઝડપથી નીચે પડતું દેખાઈ રહ્યું છે. વીડિયોમાં પ્લેન વૃક્ષોવાળા વિસ્તારમાં પડતું દેખાઈ રહ્યું છે. આ પછી ધુમાડાના વાદળો ઉછળ્યા. દક્ષિણ બ્રાઝિલમાં એક કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ લુઈસ ઈનાસિયો લુલા દા સિલ્વાએ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અને ત્યાં હાજર લોકોને ઊભા થઈને એક મિનિટનું મૌન પાળવા કહ્યું.