For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પાક. -અફઘાનિસ્તાન સરહદ પર તણાવ, PAK સેનાએ ટેન્ક તૈનાત કર્યા, અફઘાન ચોકીઓ પર કર્યો બોમ્બમારો

06:50 PM May 29, 2025 IST | Bhumika
પાક   અફઘાનિસ્તાન સરહદ પર તણાવ  pak સેનાએ ટેન્ક તૈનાત કર્યા  અફઘાન ચોકીઓ પર કર્યો બોમ્બમારો

Advertisement

પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સેનાઓ વચ્ચે આજે ફરી એકવાર તંગદિલીનો માહોલ સર્જાયો છે. બંને દેશોએ અફઘાનિસ્તાનના બરમાચા સરહદી વિસ્તારમાં એકબીજા પર ભારે ગોળીબાર કર્યો. આ વિસ્તાર પાકિસ્તાનના બલુચિસ્તાનનના સમાનાંતરમાં સ્થિત છે.

સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, સરહદ પર નવી ચોકીઓના નિર્માણને કારણે વિવાદ ઉભો થયો છે. તેમણે કહ્યું કે સવારે શરૂ થયેલી ગોળીબાર થોડા સમય પછી બંધ થઈ ગઈ હતી, પરંતુ બપોર પછી પરિસ્થિતિ ફરી વણસી ગઈ.

Advertisement

પાકિસ્તાન સમય મુજબ, સાંજે 4:30 વાગ્યા ફરી અથડામણ શરૂ થઈ, જેમાં બંને બાજુથી ગોળીબાર થયો. અફઘાનિસ્તાનના હેલમંડ પ્રાંતના વચગાળાના વહીવટના અધિકારીઓએ પણ આ અથડામણની પુષ્ટિ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સમય દરમિયાન પાકિસ્તાની સેનાએ ટેન્ક તૈનાત કરી હતી અને અફઘાન સરહદ પર બનેલી ચોકીઓને ભારે તોપમારો કરવામાં આવ્યો હતો.

તમને જણાવી દઈએ કે પાકિસ્તાન અને અફઘાન તાલિબાન આજે કટ્ટર દુશ્મન છે, બંને એકબીજાના સૈનિકોના મૃત્યુની ઉજવણી કરે છે. તાલિબાન સમર્થક ટીટીપીએ પાકિસ્તાનમાં તેની ચોકીઓ પર કબજો મેળવ્યો છે. તાલિબાન દ્વારા પાકિસ્તાનમાં ટ્રેન હાઈજેક કરવા ઉપરાંત સેના પર હુમલાઓનો કિસ્સા વધ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement