રશિયાથી ઓઇલ ખરીદવાનું બંધ નહીં કરે તો ટેરિફ: ટ્રમ્પનો કકળાટ
200 ટકા ટેરિફ નાખવાની ધમકીથી ભારત-પાક. યુધ્ધ રોક્યાનો દાવો
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત પર રશિયા પાસેથી ઓઈલની ખરીદીને લઈને ભારે ટેરિફ લગાવવાની ચેતવણી આપી છે. આ સાથે, તેમણે એવો દાવો પણ કર્યો છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મને રશિયા પાસેથી ઓઈલની ખરીદી બંધ કરવાનું આશ્વાસન આપ્યું છે. જોકે, ટ્રમ્પના આ દાવાને ભારતીય વિદેશ મંત્રાલયે સ્પષ્ટપણે નકારી દીધો છે અને કહ્યું છે કે બંને નેતાઓ વચ્ચે તાજેતરમાં કોઈ વાતચીત થઈ નથી.
પત્રકારો સાથે વાતચીત કરતાં ટ્રમ્પે કહ્યું, તેમણે (પીએમ મોદી) મને કહ્યું છે કે તેઓ રશિયા પાસેથી ઓઈલ નહીં ખરીદે પરંતુ જો તેઓ હવે આમ કરવાનું ચાલુ રાખશે તો તેમને બહુ ભારે ટેરિફ ચૂકવવો પડશે. આ ઉપરાંત તેમણે ભારત-પાક યુધ્ધ અટકાવ્યાનો કકળાટ ચાલુ રાખ્યો છે. તેમણે ફરી એકવાર કહ્યું છે કે 200 ટકા ટેરિફની ધમકીથી બંને દેશો વચ્ચેનો સંઘર્ષ બંધ થઈ ગયો. જો કે, ભારત સરકારે સ્પષ્ટતા કરી છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો યુદ્ધવિરામ દ્વિપક્ષીય કરાર હતો અને તેમાં કોઈ ત્રીજો દેશ સામેલ નહોતો.
ફોક્સ ન્યૂઝ સાથેની મુલાકાતમાં ટ્રમ્પે કહ્યું, તેઓ સામેલ થવાના હતા, 7 વિમાનોને ગોળી મારી દેવામાં આવ્યા હતા.સ્ત્રસ્ત્ર આ ખૂબ વધારે છે, અને તેઓ યુદ્ધ કરવા જઈ રહ્યા હતા. પરમાણુ યુદ્ધ થઈ શકે છે.થ તેમણે કહ્યું, મેં ભારત અને પાકિસ્તાનને લગભગ એ જ વાત કહી હતી. જુઓ, જો તમે એકબીજા સાથે લડશો, તો હું તમારી સાથે વેપાર કરી શકીશ નહીં. અમે 200% ટેરિફ લાદીશું. આનાથી તમારા માટે વ્યવસાય કરવાનું અશક્ય બનશે.