For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ટેરિફનો તોડ? ભારતની અમેરિકા પાસેથી રેકોડબ્રેક ક્રૂડ ઓઇલ ખરીદી

11:18 AM Oct 28, 2025 IST | admin
ટેરિફનો તોડ  ભારતની અમેરિકા પાસેથી રેકોડબ્રેક ક્રૂડ ઓઇલ ખરીદી

જો કે રશિયા હજુ પણ ભારતનું સૌથી મોટું તેલ સપ્લાયર

Advertisement

ઓક્ટોબરમાં અમેરિકાથી ભારતની ક્રૂડ ઓઇલની આયાત 2022 પછીના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગઈ છે. આને રશિયન તેલ પર નિર્ભરતા ઘટાડવા અને ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર સાથેના વેપાર તણાવને ઓછો કરવા તરફના પગલા તરીકે જોવામાં આવી રહ્યા છે. ઊર્જા સલાહકાર કંપની કેપ્લરના ડેટા અનુસાર, 27 ઓક્ટોબર સુધીમાં ભારતે અમેરિકાથી દરરોજ 5.40 લાખ બેરલ ક્રૂડ ઓઇલની આયાત કરી, જે 2022 પછીનું ઉચ્ચતમ સ્તર છે.

આ મહિનાના અંત સુધીમાં આ આંકડો 5.75 લાખ બેરલ દરરોજ સુધી પહોંચવાનું આનુમાન છે, જ્યારે નવેમ્બર માટે બુકિંગ 4-4.5 લાખ બેરલ પ્રતિ દિવસના સ્તરે રહેવાની સંભાવના છે. આ વર્ષે અત્યાર સુધીના સરેરાશ 300,000 બેરલ પ્રતિ દિવસ કરતા નોંધપાત્ર રીતે વધારે છે. કેપ્લરના મુખ્ય સંશોધન વિશ્ર્લેષક (રિફાઇનિંગ, સપ્લાય અને મોડેલિંગ) સુમિત રિતોલિયાએ જણાવ્યું કે, અમેરિકી તેલ આયાતમાં આ વધારો મુખ્યત્વે આર્થિક કારણોથી પ્રેરિત રહ્યો છે.

Advertisement

બ્રેન્ટ અને WTI ક્રૂડ ઓઇલ વચ્ચે વધતા ભાવ તફાવત, અમેરિકી ઓઇલની સ્પર્ધાત્મક કિંમત અને ચીનની ધટતી માંગને કારણે ભારતીય રિફાઇનરીઓને અમેરિકા પાસેથી તેલ ખરીદવું લાભકારી લાગ્યું. જો કે, રશિયા હજું પણ ભારતનું સૌથી મોટું તેલ સપ્લાયર રહ્યું છે અને કુલ ભારતીય આયાતના લગભગ એક તૃતીયાંશ હિસ્સો રશિયા ધરાવે છે. ઇરાક આ મામલામાં બીજા ક્રમે છે, જ્યારે સાઉદી અરેબિયા ત્રીજો સૌથી મોટો સપ્લાયર છે.

જો કે, અમેરિકા સાથેના વેપાર તણાવને ઓછો કરવા માટે ભારતની તાજેતરની વ્યૂહરચના સાથે અમેરિકાની તેલ આયાતમાં વધારો જોડવામાં આવી રહ્યો છે. ટ્રમ્પ વહીવટીતંત્રે ઓગસ્ટમાં ભારતમાંથી આયાત થતી ચીજવસ્તુઓ પર 50 ટકા સુધીની ટેરિફ લગાવ્યો હતો, જેમાં 25 ટકા ડ્યુટી રશિયન તેલની સતત ખરીદી માટે દંડ તરીકે લગાવવામાં આવ્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement