તાલિબાન-પાકિસ્તાન વચ્ચે ફરી યુધ્ધ, ચોકીઓ કબજે કર્યાનો દાવો
અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે થોડા કલાકો સુધી શાંતિ રહ્યા પછી, ગઇકાલે રાત્રે ફરીથી લોહિયાળ અથડામણ શરૂૂ થઈ. ખૈબર પખ્તુનખ્વાના કુર્રમ જિલ્લામાં અફઘાન તાલિબાન અને પાકિસ્તાની સૈનિકો વચ્ચે ભીષણ અથડામણ થઈ પીટીવી અનુસાર, અફઘાન તાલિબાન અને ફિત્ના અલ-ખ્વારીજે કુર્રમમાં ઉશ્કેરણી વિના ગોળીબાર કર્યો. પાકિસ્તાની સેનાએ સંપૂર્ણ તાકાત અને તીવ્રતાથી જવાબ આપ્યો.
લડાઈમા બંને બાજુ અનેક ટેન્કો ગુમાવ્યા હોવાના અહેવાલ છે. બંને પક્ષોએ એકબીજાની ચોકીઓ કબજે કરવાનો દાવો કર્યો છે અગાઉ સાઉદી અરેબિયા અને કતાર દ્વારા હસ્તક્ષેપ કર્યા પછી આ બંને પડોશીઓ વચ્ચેની લડાઈ સમાપ્ત થઈ હતી.
જો કે, ગઈકાલે જ, પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે જણાવ્યું હતું કે સરહદ પર પરિસ્થિતિ તણાવપૂર્ણ છે અને ગમે ત્યારે દુશ્મનાવટ ફાટી શકે છે.
પાકિસ્તાની હુમલામા ઘણી તાલિબાન ચોકીઓને ભારે નુકસાન થયું છે, અને તેમની ચોકીઓમાંથી આગની જ્વાળાઓ નીકળતી જોવા મળી હતી જવાબી ગોળીબારમાં એક તાલિબાન ટેન્ક નાશ પામી હતી, જેના કારણે હુમલાખોરોને તેમની ચોકી છોડીને વિસ્તારમાંથી ભાગી જવાની ફરજ પડી હતી.
દરમિયાન અફઘાનિસ્તાન સમર્થિત X હેન્ડલે એક અલગ દાવો કર્યો છે. વોર ગ્લોબ ન્યૂઝે દાવો કર્યો છે કે અફઘાન તાલિબાનના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સે ખૈબર પખ્તુનખ્વાના સરહદી વિસ્તારોમાં પાકિસ્તાની લશ્કરી બેઝ પર તાલિબાન ડ્રોન વિસ્ફોટકો ફેંકતો એક વિડિઓ લીક કર્યો છે અફઘાન સૈનિકોએ પાકિસ્તાનમાં એવા સ્થળોને નિશાન બનાવ્યા છે જે અફઘાનિસ્તાન માટે ખતરો છે. અફઘાન દળો પાકિસ્તાનમા તમામ દાએશ જૂથના ઠેકાણાઓને નિશાન બનાવશે.
અફઘાનિસ્તાને માંગ કરી છે કે પાકિસ્તાન ISIS-ખોરાસન (દાએશ) ના મુખ્ય નેતાઓને અફઘાનિસ્તાનને સોંપે. ઇસ્લામિક અમીરાતના પ્રવક્તાએ સત્તાવાર રીતે માંગ કરી છે કે પાકિસ્તાન ISISના મુખ્ય નેતાઓને સોંપે. અફઘાનિસ્તાનનો દાવો છે કે આ વ્યક્તિઓ પાકિસ્તાનમાં રહે છે અને ત્યાંથી અફઘાનિસ્તાન પર હુમલાઓનું આયોજન કરી રહ્યા છે. ISIS-ખોરાસનના નેતાઓમા શહાબ અલ-મુહાજિર, અબ્દુલ હકીમ તૌહિદી, સુલતાન અઝીઝ અને સલાહુદ્દીન રજબનો સમાવેશ થાય છે.