ભારતમાં પ્રત્યાર્પણ સામે તહવ્વુર રાણાની સ્ટેની અરજી ફગાવાઈ
26/11 મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર રાણાને યુએસ સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. તેના ભારત પ્રત્યાર્પણ પર રોક લગાવવાની માંગ કરતી અરજી કોર્ટે ફગાવી દીધી છે. આ રીતે તેને ભારત લાવવાનો રસ્તો ધીમે ધીમે સ્પષ્ટ થઈ રહ્યો છે. તહવ્વુર રાણાએ ભારતને પ્રત્યાર્પણ ટાળવા માટે કોર્ટનો સંપર્ક કર્યો હતો.
તહવ્વુર રાણાએ યુએસ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં કહ્યું હતું કે, જો મને ભારત પ્રત્યાર્પણ કરવામાં આવશે તો મારા પર ત્રાસ ગુજારવામાં આવી શકે છે. હું ભારતમાં રહી શકીશ નહીં. હું પાકિસ્તાની મૂળનો છું. હું મુસ્લિમ છું. મને ભારતમાં વધુ ઉત્પીડનનો સામનો કરવો પડી શકે છે.
26/11 મુંબઈ હુમલાના આરોપી રાણાએ યુએસ સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે ભારત સરકાર સરમુખત્યાર જેવું વર્તન કરી રહી છે. તેથી મારા પ્રત્યાર્પણ બાદ મારી ધરપકડ કરવામાં આવશે તે નિશ્ચિત છે. મને ઘણા રોગો છે. તેને પાર્ક્ધિસન્સ જેવી બીમારી છે. તેથી, મને એવી જગ્યાએ ન મોકલવામાં આવે જ્યાં મને મુશ્કેલીનો સામનો કરવો પડે.