For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સીરિયાના હકાલપટ્ટી કરાયેલા રાષ્ટ્રપતિ બશરને ઝેર અપાયું

11:12 AM Jan 03, 2025 IST | Bhumika
સીરિયાના હકાલપટ્ટી કરાયેલા રાષ્ટ્રપતિ બશરને ઝેર અપાયું

સીરિયાના હકાલપટ્ટી કરાયેલા રાષ્ટ્રપતિ બશર અલ-અસદને ઝેર આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે. ભૂતપૂર્વ નેતા ગયા વર્ષે 8 ડિસેમ્બરથી મોસ્કોમાં રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનની સુરક્ષા હેઠળ છે જ્યારે તેમને બળવાખોરો દ્વારા સત્તા પરથી હટાવવામાં આવ્યા હતા.

Advertisement

જનરલ એસવીઆર નામના સોશિયલ મીડિયા એકાઉન્ટ અનુસાર, અસદની તબિયત રવિવારે અચાનક બગડી હતી.તેમણે તબીબી મદદ માંગી હતી. તેમને જોરદાર ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ હતી. જનરલ એસવીઆર સોશિયલ મીડિયા એકાઉન્ટ રશિયામાં ભૂતપૂર્વ જાસૂસ દ્વારા ચલાવવામાં આવે છે. એકાઉન્ટે દાવો કર્યો હતો કે, એવું માની શકાય છે કે આ તેમની હત્યાનો પ્રયાસ હતો.

જો સૂત્રોનું માનીએ તો, તેમના પર કરવામાં આવેલા ટેસ્ટમાં ખબર પડી કે તેમની સિસ્ટમમાં ઝેર હતું. જો કે સીરિયા કે મોસ્કો તરફથી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

Advertisement

ડિસેમ્બરની શરૂૂઆતમાં બળવાખોર હુમલાથી સીરિયામાં અસદ પરિવારના દાયકાઓથી ચાલતા શાસનનો અંત આવ્યો. પ્રમુખ બશર અલ-અસદ 8 ડિસેમ્બરે રશિયા ભાગી ગયા, જ્યારે ઇસ્લામિક જૂથ હયાત તહરિર અલ-શામ ની આગેવાની હેઠળના બળવાખોર ગઠબંધને દમાસ્કસ પર કબજો કર્યો અને 11 દિવસના આક્રમણ બાદ અસદને પદભ્રષ્ટ કર્યાની જાહેરાત કરી.

Advertisement
Tags :
Advertisement
Advertisement