સૈયદ મોહસિન રઝા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના 37મા અધ્યક્ષ
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં મંગળવાર મોટો ફેરફાર જોવા મળ્યો હતો. હવે સૈયદ મોહસીન રઝા નકવીને 3 વર્ષની મુદત માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ તરીકે સર્વસંમતિથી ચૂંટવામાં આવ્યા છે. સૈયદ મોહસિન રઝા નકવી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના 37માં અધ્યક્ષ બન્યા છે. એક વર્ષની અંદર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને તેનો ચોથો અધ્યક્ષ મળ્યો છે. લાહોરમાં ઙઈઇ અધ્યક્ષ શાહ ખાવરની અધ્યક્ષતામાં બોર્ડ ઓફ ગવર્નર્સની બેઠક મળી હતી. જેમાં નક્કી કરવામાં આવ્યું હતું કે હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના નવા અધ્યક્ષ સૈયદ મોહસિન રઝા નકવી હશે. આ પહેલા નજમ સેઠી અને ઝકા અશરફ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ રહી ચૂક્યા છે. રમીઝ રઝાએ ડિસેમ્બર 2022માં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં ગરબડ વચ્ચે અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. જેના નજમ સેઠીને ઙઈઇના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. આ પછી નજમ સેઠીએ પણ રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ ઝકા અશરફને નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા. હવે સૈયદ મોહસીન રઝા નકવીને અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.