રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સ્વિટ્ઝરલેન્ડનો દુલ્હો, જર્મનીની દુલ્હન સ્પેનમાં મળ્યા અને ભારતમાં લગ્ન થયા

12:42 PM Jul 25, 2024 IST | admin
Advertisement

એક અજબ લવ-સ્ટોરી ધરાવતાં કપલનાં ગજબ રીતે લગ્ન થયાં. સ્વિટ્ઝરલેન્ડના માર્ટિન નામના ભાઈએ જર્મનીની ઉલરિક નામની ક્ધયા સાથે વેદિક સનાતન પરંપરા મુજબ પાણિગ્રહણ સંસ્કાર કરીને લગ્ન કર્યાં હતાં. આ લગ્ન ચંબલ વિસ્તારના શિવપુરી ગામ પાસે થયાં હતાં. દેશના જાણીતા આધ્યાત્મિક ગુરુ ડો. રઘુવીર સિંહ તેમનાં આવાં લગ્ન માટે પ્રેરણાસ્રોત બન્યા હતા.

Advertisement

45 વર્ષનો માર્ટિન લીગલ ઑડિટ કંપનીમાં અધિકારી છે અને પાંચ વર્ષથી ડો. રઘુવીરના સંપર્ક છે. તે અવારનવાર ગુરુજીનાં દર્શન કરવા આવતો હતો. ઉલરિક 48 વર્ષની છે અને જર્મનીના મ્યુનિકમાં નર્સ છે.

બન્ને સ્પેન ફરવા ગયેલાં ત્યારે એક પ્રવાસી તરીકે મળ્યાં હતાં. એ પછી બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો અને તેમણે લગ્ન કરવાનું નક્કી કર્યું. લગ્ન માટે માર્ટિને ગુરુજી ડો. રઘુવીર સિંહના સાંનિધ્યની પસંદગી કરી. ક્ધયાએ પણ સોશ્યલ મીડિયા થકી ગુરુજીનાં આધ્યાત્મિક પ્રવચનો સાંભળ્યાં હોવાથી ભારતીય સંસ્કૃતિમાં તેની રુચિ વધી હતી. ટીવી પર હિન્દુ રિવાજથી થતાં લગ્નો જોઈને બન્નેએ ભારતીય પરંપરા મુજબ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. માર્ટિન પોતે યોગ શીખવે છે સનાતન ધર્મમાં ઊંડો વિશ્વાસ ધરાવતો હોવાથી તેને ચર્ચમાં લગ્ન કરવાને બદલે પાણિગ્રહણ સંસ્કાર કરવાનું પસંદ કર્યું હતું.

Tags :
indiaindia newsSwitzerlandworld
Advertisement
Next Article
Advertisement