For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સુનીતા વિલિયમ્સનો જીવ જોખમમાં, ISSમાં 50 જગ્યાએ જોખમી લિકેજ

11:02 AM Nov 16, 2024 IST | admin
સુનીતા વિલિયમ્સનો જીવ જોખમમાં  issમાં 50 જગ્યાએ જોખમી લિકેજ

લેબમાં માઇક્રો વાઇબ્રેશનનો પણ દાવો, નાસાનો રિપોર્ટ લિક થતાં ચિંતાનું મોજું

Advertisement

નાસા પણ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઇએસએસ)ને લઈને ટેન્શનમાં આવી ગયું છે. છેલ્લા પાંચ વર્ષથી આઇએસએસમાં થોડાં-થોડાં લીકેજ હતા. જો કે, હવે એવું જાણવા મળ્યું છે કે આઇએસએસમાં ઓછામાં ઓછા 50 જગ્યાએ લીકેજની સમસ્યા સર્જાઈ છે.

આ સિવાય આઇએસએસમાં તિરાડો પણ દેખાઈ રહી છે. નાસાનો એક તપાસ રિપોર્ટ લીક થઈ ગયો હતો જેમાં ખુલાસો થયો કે આઇએસએસ મોટા ખતરામાં છે. આ ઉપરાંત સુનિતા વિલિયમ્સ સહિત અહીં રહેતા અવકાશયાત્રીઓના જીવ પણ જોખમમાં મૂકાયા છે.

Advertisement

રશિયાએ પૃથ્વીની આસપાસ ફરતી લેબમાં માઇક્રો વાઇબ્રેશનનો પણ દાવો કર્યો છે. નાસાનું કહેવું છે કે સ્પેસ સ્ટેશનમાંથી મોટી માત્રામાં હવા નીકળી રહી છે, જે ખતરાની ઘંટડી છે. જો કે લોકોના જીવ બચાવવા અને ઉકેલ શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ આઇએસએસમાં છેલ્લા પાંચ વર્ષથી લીકેજની સમસ્યા છે.

પ્રથમ લીક સ્પેસ સ્ટેશનમાં હાજર યવેઝદા મોડ્યુલમાંથી શરૂૂ થયું હતું, જે ડોકિંગ પોર્ટ તરફ દોરી જતી ટનલ છે. આ ભાગનું નિયંત્રણ રશિયાના હાથમાં છે. જોકે, નાસા અને રશિયન એજન્સી રોસકોમોસ વચ્ચે આ સમસ્યાનું સાચું કારણ શું છે તે અંગે હજુ સુધી કોઈ સહમતિ નથી બની શકી.

કબાનાએ જણાવ્યું હતું કે લીકેજને રોકવા માટે ઓપરેશન ચલાવવાથી થોડા સમય માટે રાહત મળી શકે છે પરંતુ તે કાયમી ઉકેલ નથી. અમેરિકા કહે છે કે આ સુરક્ષિત નથી. લીકેજ પ્રથમ વખત 2019 માં શોધી કાઢવામાં આવ્યું હતું. આ પછી, એપ્રિલ 2024 થી, દરરોજ 1.7 કિલોના દરે હવા લીક થવા લાગી. સામાન્ય રીતે સાતથી દસ અવકાશયાત્રીઓ આઇએસએસમાં રહે છે. રશિયન એન્જિનિયરોએ માઇક્રો વાઇબ્રેશન વિશે વાત કરી છે. નાસાએ આ ખતરાને ટાળવા માટે કેટલાક પગલાં લીધાં છે. આ સિવાય અહીં હાજર અવકાશયાત્રીઓને પણ વધારાની સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement