સુલ્તાન ઇબ્રાહિમ ઇસ્કંદર મલેશિયાના 17મા રાજા બન્યા
મલેશિયામાં દર પાંચ વર્ષે નવા રાજાની પસંદગી કરવામાં આવે છે. જે અંતર્ગત મલેશિયાના ષજ્ઞવજ્ઞિ રાજ્યના રાજા તરીકે ચૂંટાયેલા સુલ્તાન ઇબ્રાહિમ ઇસ્કંદરને ત્યાંના નવા રાજા જાહેર કરવામાં આવ્યા છે. 1957 માં મલેશિયાને બ્રિટનથી આઝાદી મળી હતી. ત્યા મલય શાસકોના પાંચ અલગ અલગ વારસાદારો વસવાટ કરે છે.
મલેશિયાના મુસ્લિમ બહુમતીવાળા પ્રદેશમાં, 31 જાન્યુઆરીએ સુલ્તાન ઇબ્રાહિમ ઇસ્કંદરએ જોહોર રાજ્યના 17 મા રાજા તરીકે શપથ લીધા હતા. ઇબ્રાહિમના પુરોગામી જોહોરના રાજા અલ-સુલતાન અબ્દુલ્લા સુલતાન અહમદ શાહ હતા. જેઓ હવે તેમના પાંચ વર્ષના કાર્યકાળને છોડી દેશે અને તેમના વતન પહાંગ રાજ્યનું નેતૃત્વ કરશે.
મલેશિયાની સંઘીય રાજધાની ઊીંફહફ કીળાીિ ના નેશનલ પેલેસમાં સુલ્તાન ઇબ્રાહિમ ઇસ્કંદર એ શપથ લીધા. આ શપથગ્રહણ કાર્યક્રમમાં શાહી પરિવારના સભ્યોની સાથે વડાપ્રધાન અનવર ઈબ્રાહિમ અને અન્ય મંત્રીમંડળના સભ્યો પણ હાજર રહ્યા હતા.
સુલ્તાન ઇબ્રાહિમ ઇસ્કંદર 64 વર્ષના છે અને તે મલેશિયાના દક્ષિણ રાજ્ય જોહોરથી આવે છે. ઈબ્રાહિમ અમીર અને શક્તિશાળી જોહોર શાહી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. ઈબ્રાહિમ અને તેના સમગ્ર પરિવારની સંપત્તિ 5.7 અબજ ડોલર છે.