For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

એક દિવસમાં ઓલીને ઉથલાવનાર Gen-Z ચળવળનો ચહેરો સુદાન ગુરંગ

06:06 PM Sep 09, 2025 IST | Bhumika
એક દિવસમાં ઓલીને ઉથલાવનાર gen z ચળવળનો ચહેરો સુદાન ગુરંગ

એનજીઓ ચલાવતા 26 વર્ષિય નેતાની એક હકલથી હજારો યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા

Advertisement

નેપાળમાં જનરલ-ઝેડ ચળવળે સરકારના મૂળિયાં હચમચાવી દીધા છે. આ ચળવળનો મુખ્ય ચહેરો સુદાન ગુરુંગ છે જે એક ગૠઘ ચલાવે છે. તેમના આહ્વાન પર જ નેપાળના યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા હતા.
નેપાળમાં સોશિયલ મીડિયા પ્રતિબંધ સામે વિરોધ ખૂબ હિંસક બન્યો છે. પરિસ્થિતિ હજુ પણ કાબુમાં નથી. વિરોધીઓએ રાષ્ટ્રપતિના અંગત નિવાસસ્થાન પર પણ હુમલો કર્યો અને તોડફોડ કરી. નેપાળ સરકારે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ સહિત 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યારબાદ થયેલી હિંસામાં ઓછામાં ઓછા 20 લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. તે જ સમયે, નેપાળના ગૃહ, આરોગ્ય અને કૃષિ પ્રધાન સહિત ઘણા નેતાઓએ રાજીનામું આપી દીધું છે.કાઠમંડુમાં સંસદ ભવનની આસપાસ સેનાએ કબજો સંભાળી લીધો છે. આ ચળવળનો મુખ્ય ચહેરો સુદાન ગુરુંગ હોવાનું કહેવાય છે, જે એક ગૠઘ ચલાવે છે.

36 વર્ષીય યુવાનના અવાજ પર લાખો લોકો નેપાળના રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. સુદાન ‘હામી નેપાળ’ નામનો એક એનજીઓ ચલાવે છે. તેમણે ઘણીવાર કુશાસન સામે અવાજ ઉઠાવ્યો છે. ગુરુંગે સરકારના નિર્ણયનો વિરોધ કરવાની યોજના તૈયાર કરી હતી. જોકે, તેઓ શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવા માંગતા હતા. આવી સ્થિતિમાં, તેમણે વિદ્યાર્થીઓને શાળાના ગણવેશમાં પુસ્તકો લાવવા કહ્યું હતું.

Advertisement

8 સપ્ટેમ્બરના રોજ, ગુરુંગે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ લખી હતી જેમાં લખ્યું હતું કે, ભાઈઓ, બહેનો, 8 સપ્ટેમ્બર એ દિવસ છે જ્યારે નેપાળના યુવાનો ઉભા થશે અને કહેશે કે બહુ થયું. આ સમય આપણો છે અને આપણી લડાઈ યુવાનોથી શરૂૂ થશે. તેમણે કહ્યું કે, અમે આપણી એકતા બતાવીશું અને શક્તિનો ગર્વ કરનારાઓને નમવા માટે મજબૂર કરીશું. આ પછી યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા. જ્યારે વિરોધીઓ સંસદ ભવનના પરિસરમાં પ્રવેશવા લાગ્યા, ત્યારે આંદોલન હિંસક બન્યું. સુરક્ષા દળોની કાર્યવાહીમાં ઓછામાં ઓછા 20 યુવાનો માર્યા ગયા અને 200 થી વધુ ઘાયલ થયા. તે જ સમયે, નેપાળ સરકાર સંપૂર્ણપણે હચમચી ગઈ.

2015ના ભૂકંપે જીવન બદલી નાખ્યું
2015ના ભૂકંપ દરમિયાન સુદાન ગુરુંગે ‘હામી નેપાળ’ એનજીઓનો પાયો નાખ્યો હતો. આ ભૂકંપમાં તેમના એક બાળકનું પણ મૃત્યુ થયું હતું. અગાઉ તેઓ એક ઇવેન્ટ ઓર્ગેનાઇઝર હતા. એનજીઓ બનાવ્યા પછી, તેમણે સામાજિક કાર્ય હાથ ધર્યું. સુદાન ગુરુંગ યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે. તે નેપાળના નેપો બેબીઝ અને ભદ્ર વર્ગને નિશાન બનાવે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement