અફઘાનિસ્તાનમાં 6.3ની તીવ્રતાનો જોરદાર ભૂકંપનો આંચકો, 7 લોકોના મોત, 150 ઘાયલ
અફઘાનિસ્તાનમાં ફરી એકવાર જોરદાર ભૂકંપ આવ્યો છે. આજે સવારે અફઘાનિસ્તાનમાં લોકોએ ફરી એકવાર જોરદાર ભૂકંપનો આચંકો અનુભવ્યો હતો. .યુએસ જિયોલોજિકલ સરવે (USGS) અનુસાર, રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 6.3 નોંધાઈ હતી. આ ભૂકંપમાં સાત લોકોનાં મોત નીપજ્યાં છે.
રોઇટર્સે સ્થાનિક આરોગ્ય નિર્દેશાલયને ટાંકીને જણાવ્યું હતું કે શક્તિશાળી ભૂકંપને કારણે મઝાર-એ-શરીફ શહેરમાં કુલ 150 લોકો ઘાયલ થયા છે અને ઇમારતોને નુકસાન થયું છે.
યુએસ ભૂસ્તરશાસ્ત્રીય સર્વે (યુએસજીએસ) અનુસાર, ભૂકંપનું કેન્દ્ર મઝાર-એ-શરીફ નજીક 28 કિલોમીટરની ઊંડાઈએ હતું, જે લગભગ 523,000 ની વસ્તી ધરાવતા અફઘાનિસ્તાનના સૌથી મોટા શહેરોમાંનું એક છે. ભૂકંપ બાદ શહેરમાં રાહત અને બચાવ કામગીરી શરૂ થઈ ગઈ છે, અને મૃત્યુઆંક વધવાની ધારણા છે.
અફઘાનિસ્તાનમાં વિનાશની છબીઓ સોશિયલ મીડિયામાં છલકાઈ ગઈ છે. મઝાર-એ-શરીફમાં એક ઘરના સીસીટીવી ફૂટેજ વાયરલ થઈ રહ્યા છે, જે ભૂકંપની તીવ્રતા દર્શાવે છે.
ભૂકંપ એટલા જોરદાર હતા કે ઇમારતો ધરાશાયી થઈ ગઈ. સોશિયલ મીડિયા પર શેર કરાયેલા અન્ય વિડિઓઝમાં બચાવ કાર્યકરો કાટમાળમાં ફસાયેલા લોકોને બચાવવાનો પ્રયાસ કરતા દેખાય છે. X પર શેર કરાયેલા એક વિડિઓમાં બચાવ કાર્યકરો કાટમાળમાંથી મૃત લોકોના મૃતદેહો બહાર કાઢતા અને અન્ય ફસાયેલા લોકોને શોધી રહ્યા છે.
